બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આરોગ્ય / રસોઈમાં દરરોજ ગરમ મસાલાનો ઉપયોગ કરનારા ચેતે! ગેસ-એસિડિટી સહિતની બીમારીઓનો ખતરો
Last Updated: 07:56 PM, 4 February 2025
ગરમ મસાલા ઉમેરીને કોઈપણ વાનગીના સ્વાદને બેહતર બનાવી શકાય છે, તે શાકાહારી અને માંસાહારી બંને વાનગીઓમાં એક મહત્વનો ભાગ ભજવે છે. ગરમ મસાલા, તજ, લવિંગ, ઈલાયચી અને કાળા મરી જેવા ગરમ મસાલાઓનું મિશ્રણ અનેક સંભવિત સ્વાસ્થ્ય લાભો આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રસોડામાં વપરાતા મસાલાના અનેક ફાયદા અને ગેરફાયદા પણ છે?
ADVERTISEMENT
આપણા ભોજનમાં વપરાતા મસાલાના ફાયદા અને ગેરફાયદા શું છે? તે ખાતા પહેલા દરેક વ્યક્તિએ આ જાણવું જરૂરી છે. જેથી તે ધ્યાનમાં રાખવુ કે ક્યારેય પણ તેનું વધુ પડતું સેવન ન કરવુ.
ADVERTISEMENT
જેમ જેમ હવામાન ઠંડુ થતું જાય છે તેમ તેમ શરદી અને ખાંસીનું પ્રમાણ વધે છે. ગરમ મસાલામાં લવિંગ, કાળા મરી અને તજ ભેળવીને ઉપયોગ કરવાથી આવી બીમારીઓ તરત જ મટી શકે છે.
શિયાળાની ઋતુમાં પકોડા, પાપડ અને ભટુરાની માંગ વધી જાય છે. પરંતુ તેના કારણે પાચન સમસ્યાઓ પણ વધે છે. આ સ્થિતિમાં જો તમે તમારા ખોરાકમાં ગરમ મસાલો ઉમેરો છો તો તમારું પાચન સુધરી શકે છે. તજ અને અન્ય મસાલાઓમાં સામેલ ફાઇબર નિયમિત મળ ત્યાગને પ્રોત્સાહન આપે છે.
તજ એક એવું ઘટક છે જે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ગરમ મસાલામાં હાજર હોય છે આથી કહી શકાય કે ગરમ મસાલાનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે.
ગરમ મસાલામાં રહેલા મસાલાઓમાં સોજા વિરોધી ગુણધર્મો હોય છે. તેઓ સોજો અને દુખાવો ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.
ખોરાકમાં જીરું અને અન્ય પદાર્થોની હાજરી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. આ મસાલો એન્ટી ડાયાબિટીસ એજન્ટ તરીકે કામ કરે છે.
એન્ટી-ઓક્સિડન્ટ: ગરમ મસાલામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે.
ગરમ મસાલા ખાવાના અનેક ફાયદા છે પરંતુ બીજી તરફ તેની કેટલીક આડઅશરો પણ થઈ શકે છે. વધુ પડતા ગરમ મસાલા ખાવાથી પાઈલ્સ, હાર્ટબર્ન, એસિડિટી અને પેટમાં બળતરા પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.