બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 05:57 PM, 13 May 2022
ADVERTISEMENT
તમિલનાડૂના ઉચ્ચ શિક્ષણ મંત્રી પોનમુડીએ હિન્દી ભાષાને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, એક ભાષા તરીકે હિન્દીની સરખામણીમાં અંગ્રેજી વધારે કિંમતી છે. દાવો કર્યો છે કે, હિન્દી બોલનારા તો પાણીપુરી વેચી રહ્યા છે. હિન્દી વૈકલ્પિક હોવી જોઈએ, ફરજિયાત નહીં.
ADVERTISEMENT
દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓ સામે કહી આ વાત
હિન્દી ભાષાને લઈને દેશમાં ચાલી રહેલા વિવાદમાં તમિલનાડૂના ઉચ્ચ શિક્ષણમંત્રી પોનમુડી પણ કૂદી પડ્યા છે. શુક્રવારે ભારથિઅર યુનિવર્સિટી કોયંબતૂરમાં એક દીક્ષાંત સમારંભમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, ભાષા તરીકે અંગ્રેજી હિન્દી કરતા વધારે કિંમતી છે. હિન્દી બોલનારા લોકો નોકરીઓમાં લાગ્યા છે ? કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, હિન્દી બોલનારા લોકો તો કોયંબતૂરમાં પાણીપુરી વેચી રહ્યા છે.
હિન્દી કરતા અંગ્રેજી વધારે પ્રબળ અને પ્રભાવી હોવાનો દાવો
પોનમુડીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના લાભકારી પાસાઓને લાગૂ કરવાનો દાવો કર્યો, ફણ દાવો કર્યો છે કે, રાજ્ય સરકાર ફક્ત બે ભાષા સિસ્ટમ લાગૂ કરવા માટે દ્રઢ છે. દીક્ષાંત સમારંભમાં તમિલનાડૂના રાજ્યપાલ આરએન રવિ સાથે મંચ શેર કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, હિન્દી શા માટે શિખવી જોઈએ, જ્યારે અંગ્રેજી એક આંતરરાષ્ટ્રીય ભાષા પહેલાથી શિખવાડવામાં આવી રહી છે.
હિન્દી ભાષીઓને લઈને કરી કમેન્ટ
પોનમુડીએ દાવો કર્યો છે કે, તમિલનાડૂ ભારતમાં શિક્ષણ પ્રણાલીમાં સૌથી આગળ છે અને કહ્યું કે, તમિલ વિદ્યાર્થી કોઈ પણ ભાષા શિખવા માટે તૈયાર છે. જો કે, હિન્દી ફક્ત એક વૈકલ્પિક ભાષા હોવી જોઈએ, નહીં કે ફરજિયાત. પોનમુડીએ કટાક્ષ કરતા કહ્યું કે, હિન્દી કરતા તો અંગ્રજી વધારે પ્રભાવીશાળી છે. અને દાવો કર્યો હતો કે, હિન્દી ભાષી નોકરીઓ કરી રહ્યા છે.
પોનમુડીએ કહ્યું કે, તેઓ કહે છે કે, જો આપ હિન્દી ભણશો તો, આપને નોકરી મળશે ? શું આવું છે ? આપ કોયંબતૂરમાં જોઈ શકો છો કે, હાલમાં પાણીપુરી કોણ વેચી રહ્યું છે ? એક સમય આવો જ હતો, હવે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT