બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:45 PM, 25 July 2024
દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થઈ ગયું છે. 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.જેમાં અનેક નવી જાહેરાતો અને જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટમાં નાણામંત્રીએ એક એવી જાહેરાત કરી છે જેના કારણે હવે વિજય માલ્યા કે નીરવ મોદી જેવા લોકો આસાનીથી દેશ છોડીને ભાગી નહીં શકે.
ADVERTISEMENT
વધુ વાંચો : વગર સેવિંગ તમે કરી શકશો તમારા ટેક્સની બચત, એ કઇ રીતે, તો જાણી લેજો
ADVERTISEMENT
હવેથી બ્લેક મની ધરાવતા લોકો ભારત દેશ છોડીને વિદેશ નહીં ભાગી શકે. આ માટે બજેટમાં નિયમ કડક કરવામાં આવ્યા છે. ભારત દેશ છોડતી વખતે જરૂરી ક્લીયરન્સ સર્ટિફિકેટથી જોડાયેલ નિયમને કડક બનાવી દેવામાં આવ્યા છે. હવેથી જેને ભારત છોડીને જવું હશે તેને માટે બ્લેક મની એક્ટ હેઠળ ક્લીન ચિટ આપનાર ક્લીયરન્સ સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થવાનો છે.
આ નવો નિયમ ઇન્કમ ટેક્સ હેઠળ આવનાર ટેક્સ, ગિફ્ટ ટેક્સ એક્ટ અને એક્સ્પેન્ડિચર ટેક્સ એક્ટ પર લાગૂ પડે છે. આ સર્ટિફિકેટની જરૂરિયાત ત્યારે પડશે ત્યારે ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા માંગવામાં આવશે. આ અંગે ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, નોટિફિકેશન આવશે ત્યારે આ નિયમ સરળ રીતે સમજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.