બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નહીં બચે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની મદદ કરનારા, આવી રહ્યો છે એનિમી એજન્ટ્સ એક્ટ, જાણો વિગત

કવાયત / નહીં બચે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની મદદ કરનારા, આવી રહ્યો છે એનિમી એજન્ટ્સ એક્ટ, જાણો વિગત

Priyakant

Last Updated: 10:08 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir Latest News : આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે એનિમી એજન્ટ એક્ટ (Enemy Agents Act) હેઠળ કાર્યવાહી થઈ શકે, જાણો છું છે આ એનિમી એજન્ટ એક્ટ ?

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓને જોતા પોલીસ આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના DGP આરઆર સ્વૈને કહ્યું કે, આવા લોકો સામે એનિમી એજન્ટ એક્ટ (Enemy Agents Act) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નોંધનિય છે કે, તાજેતરમાં બનેલ આતંકી હુમલાનો ઘટનાઓની વચ્ચે હવે આતંકીઓને મદદ કરનાર ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે.

UAPA કરતાં વધુ કઠોર છે એનિમી એજન્ટ એક્ટ (Enemy Agents Act)

DGP આરઆર સ્વૈને કહ્યું કે, બહારથી આવતા આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે પોલીસ કડક દુશ્મન એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. એનિમી એજન્ટ એક્ટ યુએપીએ કરતાં વધુ કડક છે.

તેમણે કહ્યું કે, એનિમી એજન્ટ એક્ટ હેઠળ આજીવન કેદ અથવા મૃત્યુદંડની જોગવાઈ છે. કઠુઆ આતંકી ઘટનાની તપાસ રાજ્યની તપાસ એજન્સી કરી રહી છે જ્યારે રિયાસી આતંકી હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે.

આતંકવાદી સહયોગી પકડાયો

નોંધનિય છે કે, થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસને રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદી હુમલાના મામલામાં પહેલી સફળતા મળી હતી. પોલીસે આતંકીઓના એક સહયોગીની ધરપકડ કરી હતી. SSP રિયાસી મોહિતા શર્માએ જણાવ્યું કે આતંકવાદીઓના સહયોગી હકમ (45)ની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ઘણી વખત આતંકવાદીઓને આશ્રય આપવામાં સામેલ હતો. ખોરાક અને આશ્રય આપવા સાથે, તેણે માર્ગદર્શક તરીકે કામ કર્યું અને આતંકવાદીઓને સ્થળ સુધી પહોંચવામાં મદદ કરી.

9 જૂને થયો હતો આતંકી હુમલો

હકીકતમાં રવિવારે (9 જૂન) સાંજે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી 53 સીટર બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી બસ ખાડામાં પડી હતી. જેમાં એક સગીર સહિત 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. બસમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હીના યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ આતંકી હુમલાની તપાસ કરી રહી છે.

વધુ વાંચો : આજે UP, મહારાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં તો વરસાદ શરૂ, જુઓ Videos

અચાનક કેમ વધી રહ્યા છે આતંકવાદી હુમલાઓ?

જમ્મુ અને કાશ્મીરમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ભય ફેલાવવા માંગે છે. એટલા માટે આતંકીઓ ઝડપી હુમલા કરી રહ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર ફાલ્કન સ્ક્વોડ તરીકે ઓળખાતી TRFની ઑફશૂટ હિટ સ્કવોડ આવા હુમલાઓ કરે છે. આતંકવાદીઓની આ ગેંગમાં વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે. આ સિવાય હાલના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની લાંબી કતારો પણ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના નેતાઓને પરેશાન કરી રહી છે. તેથી આ તત્વો કોઈપણ ભોગે ઘાટીમાં શાંતિનો માહોલ બગાડવા માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

terrorists Jammu Kashmir Enemy Agents Act
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ