IPL વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ છે. 2008માં શરુ થયેલ આ લીગે અત્યારસુધી ઘણાં ખેલાડીઓનું જીવન બદલી નાંખ્યુ છે. આઈપીએલમાં પ્રદર્શનનાં દમ પર ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં પણ સરળતાથી એન્ટ્રી મળી રહી છે.
આઈપીએલનાં ગત સિઝનમાં એક ઓવરમાં 5 સિક્સર ફટકાર્યા બાદ રાહુલ તેટવટીયાએ તેનાં ક્રિકેટીંગ કરિયરમાં મોટો ફેરફાર કરી નાંખ્યો છે. પોતાના દમ પર ટીમને જીત અપાવનાર રાહુલ તેવટીયા તે ઈનિંગ બાદ જ્યારે પણ મેદાનમાં ઉતર્યો ત્યારે તેના પર વધારે આશાઓ રાખવામાં આવી છે અને હવે તે ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેનાં પર 130 કરોડો લોકોની આશાઓ રહેશે.
રાહુલ તેવટીયા-BCCI/IPL/ANI Photo
ગત સિઝનમાં 8.5માં વેચાયો હતો
બીજી તરફ જે બોલરની ઓવરમાં તેવટીયાએ 5 સિક્સર ફટકારી હતી તેની સ્થિતિ તેવટીયાથી એકદમ વિપરીત બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝનાં બોલર શેલ્ડન કોટ્રલ આઈપીએલનાં ગત સિઝનમાં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેને ગત સિઝનમાં 8.5 કરોડમાં ખરીદવામાં આવ્યો. આ ખેલાડીને વેસ્ટ ઈન્ડિઝની બહાર અમુક લોકોજ જાણતા હતા તેમ છતાં તેને આટલી મોટી રકમમાં ખરીદવામાં આવ્યો હતો. પણ 2021માં કોટ્રેલનું નામ આઈપીએલનાં સ્કોરબોર્ડ પર નહી જોવા મળે ના તો તેને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો છે. ગત વર્ષે 8.5 કરોડમાં વેચાયેલા ખેલાડી પર આ વર્ષની આઈપીએલમાં કોઈ ટીમે રસ ના દાખવ્યો. શેલ્ડન કોટ્રલનાં ગત સિઝનનાં ખરાબ પર્ફોર્મન્સને લીધે તેને કોઈ ટીમે ખરીદવામાં રસ ના દાખવ્યો. આ બોલરને ગત સિઝનની તેની પાંચ બોલ ભારે પડી ગઈ. જે પાંચ બોલ પર તેની ખૂબ ધોલાઈ કરવામાં આવી હતી જેને કોટ્રેલ ક્યારેય યાદ નહીં કરવા માંગે.
રાહુલ તેવટીયા-BCCI/IPL/ANI Photo
બેટીંગ અને બોલિંગ બંનેમાં પ્રદર્શન સારુ હતું
17 ઓવર સુધી કિંગ્સ ઈલેવન પંજાબ સરળતાથી જીત તરફ વળી રહી હતી ત્યારે 18મી ઓવર મેચની ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. રાહુલ તેવટીયાએ કોટ્રેલને તે ઓવરમાં 5 સિક્સર ફટકારીને તરખાટ મચાવી દીધો હતો. તેણે કોટ્રેલનો મનોબળ પૂરી રીતે તોડી નાંખ્યો, તે મેચમાં રાહુલ તેવટીયા એક અલગ સ્તરનો ખેલાડી દેખાઈ રહ્યો હતો. આઈપીએલ 2020 બાદ બંને ખેલાડીઓનાં પ્રદર્શનને જોઈએ તો રાહુલ તેવટીયાએ 8 મેચ રમી જેમાં તેણે 4 વિકેટ લીધી અને 158 રન પણ બનાવ્યા અને બીજી તરફ કોટ્રેલ 5 મેચ રમ્યો અને જેમાં તેણે 5 વિકેટ ખેરવી અને 13 રન બનાવ્યા.