This zodiac sign will get back the lost opportunities, these people should stay away from stressful activities, see today's horoscope
ધર્મ /
આ રાશિના જાતકને ગુમાવેલા અવસર પાછા મળશે, આ લોકોએ ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય
Team VTV07:00 AM, 07 Feb 23
| Updated: 07:13 AM, 07 Feb 23
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
07 02 2023 મંગળવાર
માસ મહા
પક્ષ કૃષ્ણ
તિથિ બીજ
નક્ષત્ર મઘા બપોરે 12.13 પછી પૂર્વ ફાલ્ગુની
યોગ શોભન સવારે 10.30 પછી અતિગંડ
કરણ તૈતિલ સવારે 9.54 પછી ગર
રાશિ સિંહ (મ.ટ.)
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો. ખાસ કરીને આજના દિવસે ગુમાવેલા અવસર પાછા મળશે. તમને નોકરીમાં સારા અધિકાર મળશે. આ રાશિના જાતકોને વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.
વૃષભ (બ.વ.ઉ.)
વૃષભ રાશિના જાતકોને આજે ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે. આજે તમારી ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને આજે અંગત કાર્યોમાં સાવધાની રાખવી. ખાસ કરીને તમારે આજે કામમાં મહેનત વધારે કરવી પડશે. તો ધન બાબતે પરેશાની જણાશે. આ રાશિના જાતકોને વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોએ ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું. આજે તમારે ખાવાપીવામાં ખાસ કાળજી રાખવી. કર્ક રાશિના જાતકોને આજે વડીલ વર્ગથી તકલીફ જણાશે. તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને આજે પરિવારમાં પ્રીતિ જળવાશે. ખાસ કરીને તમારા મનપસંદ કાર્યોમાં રુચિ વધશે. સિંહ રાશિના જાતકોને આજે આર્થિક સુખ સારું મળશે. તેમજ કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને આજે ધારેલા કામમાં સફળતા મળશે. તમે વિરોધપક્ષથી વિજય મેળવશો. ખાસ કરીને જો નીતિ-રીતિથી કામ કરશો તો લાભ થશે. કન્યા રાશિના જાતકોને કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોએ ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે. તમને તમારા સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. તુલા રાશિના જાતકોને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. તેમજ લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો ખાસ ધ્યાન રાખે કે પરેશાની કામને બગાડશે. કારણ વગરના ખર્ચા સંભાળીને કરવા. આજે તમારે ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આજે રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તથા રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. ખાસ કરીને આજે તમારા આર્થિક બાબતોમાં વિકાસ થશે. આ રાશિના જાતકોની સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી. આજે નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે. તમને સંતાનના કાર્યોમાં સફળતા મળશે. તેમજ ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
કુંભ રાશિના જાતકોને આજે મનપસંદ કામમાં સફળતા મળશે. તેમજ તમારી ભાવનાઓની કદર થશે. આજે તમને પદોન્નતિ માટે નવી તકો મળશે. આ રાશિના જાતકોને ધંધામાં સુધારો જોવા મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોએ આજે સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. ખાસ કરીને આજે નોકરીમાં થોડી પરેશાની જણાશે. આ રાશિના જાતકોને ધંધામાં મધ્યમ લાભ થશે.