બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / This young man set out on foot to perform Hajj, reached Makkah-Madinah after 370 days of journey.
Priyakant
Last Updated: 03:03 PM, 10 June 2023
ADVERTISEMENT
મન હોય તો માળવે જવાય. આ પંક્તિને સાર્થક કરી છે, કેરળના એક યુવકે. વાત જાણે એમ છે કે, કેરળના રહેવાસી શિહાબ છોતૂર ગયા વર્ષે 2 જૂને કેરળથી હજ યાત્રા પર પગપાળા નીકળ્યા હતા અને તેના જુસ્સાના બળ પર તેણે હજ માટે પવિત્ર શહેર મક્કા સુધીનું અંતર કાપ્યું હતું. શિહાબે 370 દિવસમાં 8600 કિલોમીટરનો પ્રવાસ કરીને પવિત્ર શહેર મક્કા પહોંચ્યો હતો.
કેરળના મલપ્પુરમ જિલ્લાના વાલાંચેરીના રહેવાસી શિહાબ છોતૂરે 2 જૂન 2022ના રોજ હજ કરવા માટે તેની પગપાળા યાત્રા શરૂ કરી હતી અને હવે તે આ મહિને મક્કા પહોંચી ગયો છે. તેના વૉકિંગ ટૂર દરમિયાન શિહાબે ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને કુવૈતનો પ્રવાસ કર્યો. મેના બીજા સપ્તાહમાં કુવૈતથી સાઉદી અરેબિયાની સરહદ પાર કરી. સાઉદી અરેબિયામાં એન્ટ્રી લઈને શિહાબ મદીના પહોંચ્યો હતો.
ADVERTISEMENT
મક્કા પહોંચવામાં આટલા દિવસો લાગ્યા
મક્કા જતા પહેલા શિહાબે 21 દિવસ મદીનામાં વિતાવ્યા હતા. શિહાબે મદીના અને મક્કા વચ્ચેનું 440 કિલોમીટરનું અંતર 9 દિવસમાં કાપ્યું હતું. તેની માતા ઝૈનાબા કારેલથી મક્કા શહેરમાં પહોંચ્યા બાદ શિહાબ હજ કરશે. કેરળના આ વ્યક્તિની યુટ્યુબ ચેનલ પણ છે. વ્યક્તિએ તેની ચૅનલમાં દરરોજ તેની વૉકિંગ જર્ની અપડેટ પણ કરી હતી. શિહાબે કેરળથી મક્કા સુધીની મુસાફરી દરમિયાન જોયેલી અને અનુભવેલી દરેક ક્ષણોને તેની સફરમાં કેદ કરી હતી.
પાકિસ્તાનમાં પ્રવેશ માટે સંઘર્ષ કરવો પડ્યો
ગયા વર્ષે શિહાબ દેશના ઘણા રાજ્યોમાંથી પસાર થઈને વાઘા બોર્ડર પર પહોંચ્યો હતો જ્યાંથી તે પાકિસ્તાનમાં પ્રવેશવા માંગતો હતો. શિહાબને પાકિસ્તાનમાં પ્રવેશવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેની પાસે પાકિસ્તાન સરહદમાં પ્રવેશવા માટે વિઝા નહોતા. ટ્રાન્ઝિટ વિઝા મેળવવા માટે તેને વાઘાની એક સ્કૂલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડી હતી. આખરે ફેબ્રુઆરી 2023માં શિહાબ ટ્રાન્ઝિટ વિઝા મેળવવામાં સફળ થયો અને પછી તેને પાકિસ્તાનમાં પ્રવેશ મળ્યો. આ પછી ટૂંકા વિરામ પછી શિહાબે સાઉદી અરેબિયાનો પ્રવાસ શરૂ કર્યો. 4 મહિના બાદ શિહાબ છોટુર હજ યાત્રા માટે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.