બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Daily Horoscope / This year on Akshay Tritiya 3 Raja Yoga will be created

અખાત્રીજ / 50 વર્ષ બાદ સર્જાઇ રહ્યો છે વિશેષ સંયોગ, ગ્રહોની આ ચાલથી બનશે 3 રાજયોગ, જાણો વિગત

Khyati

Last Updated: 11:44 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે અખાત્રીજ રહેશે એકદમ ખાસ, કારણ કે એક જ દિવસમાં બની રહ્યા છે 3 રાજયોગ, શુભ કાર્યો- માંગલિક કાર્યો માટે સમય રહેશે શુભ

  • અક્ષય તૃતીયાના દિવસે ખાસ સંયોગ
  • શુભકાર્યો- માંગલિક પ્રસંગો માટે વણજોયુ મુહૂર્ત
  • આ દિવસે સર્જાઇ રહ્યો છે 3 રાજયોગ 

વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે અક્ષય તૃતીયા. આ દિવસને અખાત્રીજથી ઓળખવામાં આવે છે. આ દિવસે કોઇ પણ શુભ કે માંગલિક કાર્યો કરવા માટે મહત્વનો ગણાય છે. આ દિવસે કોઇ પણ શુભ કામ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. ત્યારે અખાત્રીજના દિવસે 50 વર્ષ બાદ અનોખો સંયોગ સર્જાઇ રહ્યો છે જેને કારણે આ વર્ષે અખાત્રીજનો દિવસ વધુ ફળદાયી અને લાભદાયી નીવડશે. 

અક્ષય તૃતીયા આ વર્ષે ખાસ કેમ ?

આ વખતે અક્ષય તૃતીયા પર 3 રાજયોગ બનવાને કારણે તે વધુ ખાસ બની ગયો છે.  આ વર્ષે અક્ષય તૃતીયા  મંગળવાર આવતી હોવાથી રોહિણી નક્ષત્રના કારણે મંગળ રોહિણી યોગ બની રહ્યો છે. આ દિવસે શોભન યોગ અક્ષય તૃતીયાને શુભ બનાવી રહ્યો છે.  તો 50 વર્ષ બાદ ગ્રહોના વિશેષ યોગથી અદ્દભુત સંયોગ પણ બની રહ્યો છે. 30 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બની રહેલો શુભ યોગ પણ આ દિવસનું મહત્વ વધારી રહ્યો છે. 

અક્ષય તૃતીયા પર 3 રાજયોગ

 અક્ષય તૃતીયાના દિવસે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ, ગુરુના મીન રાશિમાં હોવાથી હંસ રાજયોગ અને શનિ તેના ઘરમાં બિરાજમાન હોવાથી શશ રાજયોગ બની રહ્યો છે. તો આ દિવસે સૂર્ય અને ચંદ્ર તેમની ઉચ્ચ રાશિમાં રહેશે. લગભગ 50 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે કે બે ગ્રહ ઉચ્ચ રાશિમાં અને બે પ્રમુખ ગ્રહ સ્વરાશિમાં હશે.

પૂજા, સ્નાનનું વિશેષ મહત્વ

અક્ષય એટલે જેનો ક્ષય થતો નથી તે.  એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ કાર્યોનો ક્ષય થતો નથી અથવા આ દિવસે કરવામાં આવેલ કાર્યો ઘણો લાભ આપે છે. તેથી, આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજા, દાન, ખરીદીનું ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેથી તેમની કૃપા હંમેશા બની રહે. તેની સાથે જ સોના-ચાંદી, ઘર-ગાડી જેવી કિંમતી વસ્તુઓ ખરીદો, જેથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે.

 

  • અક્ષય તૃતીયા પર પૂજા માટેનો શુભ સમય સવારે 05:39 થી બપોરે 12:18 સુધીનો છે.
  • તે જ સમયે, સોનું-ચાંદી, મકાન-કાર વગેરે ખરીદવાનો શુભ સમય સવારે 05:39 થી બીજા દિવસે સવારે 05:38 સુધી રહેશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ