બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / This will be the first time in the Republic Day celebration of the 21st century of India
Nirav
Last Updated: 09:26 PM, 7 January 2021
ADVERTISEMENT
જો કે ધીરે ધીરે અનલોકના અલગ અલગ તબક્કાઓ દરમિયાન ઘણી વસ્તુઓ અને સેવાઓ ફરીથી શરુ થઇ અને પુનઃ જિંદગી પાટા પર ચડવા લાગી, જો કે અમુક ક્ષેત્રો પર હજુ પણ મહામારીની અસર યથાવત છે અને ખાસ કરીને દેશનો ગણતંત્ર સમારોહ પણ તેનાથી અછૂતો રહી શક્યો નથી. છેલ્લા સાત દાયકામાં આ ચોથો એવો પ્રસંગ હશે કે જ્યારે દેશનો પ્રજાસત્તાક દિવસ કોઈ પણ મુખ્ય અતિથિ વગર ઉજવવામાં આવશે.
ADVERTISEMENT
યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ન આવી શક્યા એટલે...
આ વખતે બ્રિટનની અંદર ઉદ્બવેલા નવા કોરોના સ્ટ્રેઇન અને પછીથી વિકરાળ બનેલી સંક્ર્મણની પરિસ્થિતિઓને કારણે ત્યાંના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન હાલમાં ભારત આવી શકે તેમ નથી, આ બાબતની જાણકારી ફોન દ્વારા પીએમ મોદીને આપી હતી, મહત્વનું છે કે યુકેના વડાપ્રધાન જ્હોનસન આ વખતે ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા, તેમણે આ આમંત્રણ મંજૂર પણ કર્યું હતું જો કે તેમના દેશમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વિકટ બનતા તેમને ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો અને આ અંગેની માહિતી પીએમ મોદીને ફોન દ્વારા આપી હતી.
આ વખતે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ અંગેની સ્થિતિ વિકટ બની ગઈ છે, વત્તાઓછા અંશે દરેક દેશ તેના ઘરઆંગણે કોરોના સામેની લડાઈ લડી રહ્યો છે, માટે બ્રિટનના વડાપ્રધાને પ્રજાસતાક દિવસ સમારોહમાં સામેલ થવાની મનાઈ કર્યા પછી મોદી સરકાર પાસે વધુ વિકલ્પો બાકી રહેતા નહોતા જેથી કરીને આ વખતનો ગણતંત્ર દિન સમારોહ કોઈ પણ મુખ્ય અતિથિ વગર જ યોજાશે.
આ પહેલી વાર નથી કે કોઈ પણ મુખ્ય અતિથિ વગર સમારોહ ઉજવાઇ રહ્યો છે
મહત્વનું છે કે આ પહેલી વાર નથી જયારે કે રિપબ્લિક દેના દિવસે કોઈ પણ મુખ્ય અતિથિ ન હોય, 1952, 1953 અને 1966માં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી મુખ્ય અતિથિ વગર કરાઈ ચૂકી છે, જો કે 21મી સદીમાં એટલે કે 2000ના વર્ષ પછી આ આવા પ્રકારનો પહેલો પ્રસંગ હશે અને કોઈ પણ બિન કોંગ્રેસી સરકારના સમયગાળામાં પણ આ પહેલી વાર હશે કે પ્રજાસતાક દિવસની ઉજવણી મુખ્ય અતિથિ વગર થશે.
આ સિવાય અમુક વાર એવું પણ થયું છે કે જ્યારે એક નહિ પરંતુ એકથી વધારે મુખ્ય અતિથિઓ ગણતંત્ર દિવસ ની પરેડમાં સામેલ થયા હોય. 1956, 1968 અને 1974માં બે મુખ્ય અતિથિ ઓ હતા જ્યારે કે સૌથી વધુ મુખ્ય અતિથિ બોલાવવાનો રેકોર્ડ પણ મોદી સરકારના શાસન કાળમાં જ 2018નમમાં નોંધાયો હતો જેમાં એકીસાથે 10 આસિયાન દેશોના શાસનાધ્યક્ષોને બોલાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.