બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 02:10 PM, 16 March 2021
ADVERTISEMENT
EPFO તમને એક UAN નંબર આપે છે. જેના દ્વારા તમે લોગઇન કરીને તમારા પીએફ વિશેની બધી જ ડિટેઇલ જાણી શકો છો. ઘણીવાર એવુ થાય કે ખાતાધારક UAN નંબર ભૂલી જાય છે પરંતુ તેમાં પરેશાન થવાની જરૂર નથી.
ADVERTISEMENT
EPFOની મિસ કૉલ સર્વિસ
જો તમારો મોબાઇલ નંબર EPFOના રેકોર્ડમાં છે અને તમારા PF ખાતા સાથે લિંક છે તો તમારે માત્ર એક જ મિસ કોલ કરવાનો રહેશે અને તમારી પીએફ ડિટેઇલ્સ મળી જશે. તેના માટે તમારે 011-22901406 પર મિસકોલ કરવાનો રહેશે. કોલ કટ થયા બાદ તમારા ફોનમાં એક મેસેજ આવી જશે જેમાં તમારો UAN નંબર અને અન્ય જાણકારીઓ હશે.
EPFOની SMS સર્વિસ
SMS દ્વારા પણ તમે પીએફ ખાતાની જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારે મોબાઇલ નંબર 77382-99899 પર EPFOHOUAN લખીને SMS કરવાનો રહેશે. જો તમારો નંબર રજીસ્ટર્ડ છે તો થોડી જ વારમાં એક મેસેજ આવશે જેમાં તમારા ખાતાની બધી જ જાણકારી હશે.
EPFOની વેબસાઇટથી મેળવો જાણકારી
પીએફ ખાતાધારક https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login આ વેબસાઇટ પર લોગઇન કરીને પણ પોતાના પીએફનુ સ્ટેટસ જાણી શકે છે. તેના માટે તમારે સૌથી પહેલા UAN અને પાસવર્ડ દ્વારા લોગઇન કરવાનુ રહેશે. બાદમાં પાસબૂકમાં જઇને બેલેન્સ જાણી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.