બ્રેકિંગ ન્યુઝ
VTV / this way you can easily change your mutilated note
Nikul
Last Updated: 05:21 PM, 4 February 2021
ADVERTISEMENT
ફાટેલી અને ખરાબ નોટોની ચિંતાથી મુક્ત થઈ શકો છો
ખરાબ અને ફાટેલી નોટોને લીધે ઘણાં લોકોને તે પૈસાનું નુક્સાન થવાની ભીતી રહેતી હોય છે. પણ હવે તેવી ફાટેલી અને ખરાબ નોટોની ચિંતામાંથી મુક્ત થઈ શકો છો. તમારી આ સમસ્યાનું સમાધાન મળી ગયુ છે. અહીં તમે જાણશો કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે સરળતાથી તમારી ફાટેલી કે ખરાબ થયેલી ચલણી નોટો બદલી શકશો.
પૈસા પર પેનથી લખવા પર પાબંદી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2018માં ફાટેલી અને ખરાબ થયેલી ચલણી નોટો માટે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં આરબીઆઈએ પૈસા પર પેનથી લખવા પર પાબંદી લગાવી હતી. બીજી તરફ નોટોને બદલવાનાં નિયમોમાં ઘણી રાહત આપી હતી. જેથી કોઈ પાસે ફાટેલી કે ખરાબ ચલણી નોટ હોય જે માર્કેટમાં નથી ચાલી શકતી તેને બદલી શકે છે.
ADVERTISEMENT
હાલમાં ખરાબ થયેલી નોટની મળશે અડધી કિંમત
રિઝર્વ બેન્કની ગાઈડલાઇન અનુસાર ફાટેલી કે ખરાબ થઈ ગયેલ ચલણી નોટને બદલી શકાય છે. જો તે નોટ હાલમાં જ ખરાબ થઈ છે તો આરબીઆઈ તેની અડધી કિંમત આપે છે. જે સુવિધા અમુક ખાસ બેન્કોની શાખાઓ અને રિઝર્વ બેન્કની ઓફિસમાં મળે છે. જ્યાં નોટ બદલીને નવા મેળવી શકાય છે.
નોટ બદલવાના નિયમો
આરબીઆઈએ નોટ બદલવા માટે અમુક નિયમો બનાવ્યા છે. જો કોઈ પાસે પાંચ હજાર સુધીની ફાટેલી કે ખરાબ નોટો છે તો તેને તુરંત બદલીને નવા મળી જશે. જેનાં માટે તેને કોઈ વધારાની રકમ નહીં ચૂકવવી પડે. જ્યારે 20 નોટથી વધારે અને પાંચ હજારથી વધારેની નોટ હશે તો બેન્ક બધી નોટો રાખી લેશે અને પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર કરશે. જો કોઈ પાસે 50 હજારથી વધારેની રકમની ખરાબ અને ફાટેલી ચલણી નોટો છે તો તેને બદલવામાં થોડો સમય લાગે છે અને તેને બદલવા માટે તે વ્યક્તિ પાસેથી અમુક ચાર્જ પણ વસૂલવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.