બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'આમ તો અમેરિકાનું દેવાળીયું...', એલન મસ્કે એવું શું કહ્યું કે વધી ગયું ટ્રમ્પનું ટેન્શન
Last Updated: 11:18 AM, 12 February 2025
Elon Musk : અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ કર્યા વાદ હવે દરરોજ નવી અપડેટ સામે આવી છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં જ એલન મસ્કે એવું તે શું કહ્યું કે, હાલ દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં ફેડરલ ખર્ચ ઘટાડવાના અભિયાનનું નેતૃત્વ કરવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલા અબજોપતિ એલન મસ્કે ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેનું બજેટ ઘટાડશે નહીં, તો દેશ નાદાર (દેવાળીયું ફૂંકાઈ શકે) થઈ શકે છે.
ADVERTISEMENT
ટ્રમ્પની નવી સરકાર દ્વારા બનાવવામાં આવેલી એજન્સી 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)' ના વડાએ મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. મસ્કની આ ચેતવણીને કારણે ટ્રમ્પનું ટેન્શન વધવાનું સ્વાભાવિક છે.
ADVERTISEMENT
શું તમે જાણો છો એલન મસ્કે કેમ આવું કહ્યું ?
ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા અને અબજોપતિ એલન મસ્કે ખાસ કરીને દેશની વધતી જતી બજેટ ખાધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં $1.8 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે, સંઘીય ખર્ચમાં ઘટાડો હવે વિકલ્પ નથી પણ જરૂરિયાત છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની આ કડક નાણાકીય નીતિઓ કાનૂની વિવાદોમાં ફસાઈ રહી છે.
— Elon Musk (@elonmusk) February 11, 2025
ટ્રમ્પે તાજેતરના અઠવાડિયામાં સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યા છે. પરંતુ તેમની નીતિઓને કારણે ઘણી ફેડરલ એજન્સીઓ બંધ થઈ ગઈ છે અથવા તેમના કર્મચારીઓને ઘરે મોકલવામાં આવ્યા છે. પરિણામ એ આવ્યું કે આ નિર્ણયોને અમેરિકાની ઘણી અદાલતોમાં પડકારવામાં આવ્યા. વિપક્ષી નેતાઓ અને ઘણા સામાજિક સંગઠનોએ આને સત્તાનો ગેરકાયદેસર દુરુપયોગ ગણાવ્યો છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યા છે.
એલન મસ્ક સામે પણ ઉઠી રહ્યા છે સવાલો
આ વિવાદ વચ્ચે એલન મસ્ક પર હિતોના સંઘર્ષનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે તે સ્પેસએક્સ અને ટેસ્લાના CEO પણ છે, જેમના યુએસ સરકાર સાથે ઘણા મોટા કરાર છે. મંગળવારે જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું કા, તેઓ સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. DOGE ટીમના બીજા એક નિર્ણયથી ટીકાકારોમાં ચિંતા વધી છે.
વધુ વાંચો : CPIએ દુનિયાના ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર, જુઓ ભારત સહિત કયો દેશ કયા ક્રમાંકે
અહેવાલો અનુસાર આ એજન્સીએ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા લાખો અમેરિકન નાગરિકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતી સુધી પહોંચ મેળવી છે. આ ખુલાસા પછી ઘણા સાંસદો અને માનવાધિકાર સંગઠનોએ તેનો સખત વિરોધ કર્યો છે. હાલમાં આ મુદ્દા પર ટ્રમ્પ વહીવટીતંત્ર અને અમેરિકન અદાલતો વચ્ચે સીધો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ટ્રમ્પ અને મસ્કની ઘટાડા યોજનાઓ કાનૂની પડકારોને દૂર કરવામાં સક્ષમ બનશે કે પછી કોર્ટ દ્વારા તેમને આંચકો લાગશે ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.