બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This veteran leader who has ties with the Congress for 35 years can join the BJP
Last Updated: 01:53 PM, 7 June 2023
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાઈ શકે છે. ગોવાભાઈ રબારીની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા ચાલી રહી છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
ADVERTISEMENT
35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ગોવાભાઈ રબારી
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી.
7 વખત લડી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી
તો 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારીને ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈએ કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.
કોણ છે ગોવાભાઈ રબારી?
- કોંગ્રેસના પીઢ નેતામાં ગોવાભાઈ રબારીની થાય છે ગણતરી
- ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા
- સાત વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે
- ગત વિધાનસભા ચૂંટણીમાં તેમના પુત્રની થઇ હતી હાર
- ભાજપના ઉમેદવાર સામે પુત્ર સંજય રબારીની થઈ હતી હાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.