Team VTV12:24 PM, 11 Dec 21
| Updated: 12:26 PM, 11 Dec 21
ફિલ્મ ડાયરેક્ટર અલી અકબર પોતાની પત્ની સાથે હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
બોલીવૂડનો દિગ્ગજ મુસ્લિમ ડાયરેક્ટર બનશે હિન્દુ
CDS રાવતની મોત પર હસનારને સજા મળવી જોઇએ
પત્ની સહિત બદલી દેશે પોતાનો ધર્મ
કેમ કર્યો આ નિર્ણય
અલી અકબરે કહ્યું કે, CDS બિપિન રાવતની મોતનું અપમાન કરનારા લોકોના કારણે તે ઇસ્લામ છોડી રહ્યાં છે. કથિત રૂપથી લોકોએ બિપિન રાવતની મોત સાથે જોડાયેલી એક પોસ્ટની મજાક ઉડાવી હતી.
આ ઇસ્લામ નથી
મિડીયા રિપોર્ટ્સ અનુસાર અકબરે કહ્યું કે, ઇસ્લામના મોટા નેતાઓઓએ પણ બહાદૂર સૈન્ય અધિકારીઓને અપમાનિત કરવા પર વિરોધ કર્યો નથી. તેણે કહ્યું કે આ તેમને માન્ય નથી. અકબરનું કહેવું છે કે ઇસ્લામ પરથી તેમનો ભરોસો ઉઠી ગયો છે. બુધવારે ફેસબૂક પર આ સંબંધમાં એક વીડિયો પણ શૅર કર્યો હતો.
આજથી હું મુસ્લિમ નથી
ડિરેક્ટરે કહ્યું કે, આજથી હું જન્મથી મળેલા આ પહેરવેશને ઉતારીને ફેંકી રહ્યો છું. આજથી હું મુસ્લિમ નથી. હું એક ભારતીય છુ અને મારો આ જવાબ તે લોકો માટે છે જેમણે ભારત વિરુદ્ધ હજારો સ્માઇલિંગ ઇમોટિકોન્સ પોસ્ટ કર્યા છે. ઘણા મુસ્લિમ યુઝર્સે તેની આ પોસ્ટનો વિરોધ કર્યો છે અને અપશબ્દ કહ્યાં છે. થોડા સમય બાદ ફેસબૂક પરથી આ પોસ્ટ ગાયબ થઇ ગઇ હતી.
ફેસબૂક પર કરી પોસ્ટ
અન્ય એક પોસ્ટમાં અકબરે લખ્યું કે, દેશને તે લોકોની ઓળખાણ કરવી જોઇએ અને તેમને સજા આપી દેવી જોઇએ. જે CDSની મોત પર હસી રહ્યાં છે. એક ઇન્ટરવ્યૂંમાં તેણે કહ્યું કે, સોશ્યલ મીડિયા પર ઘણા રાષ્ટ્ર વિરોધી એક્ટિવિટીઝ થઇ રહી છે. રાવતની મોત પર હસવું તે તાજુ ઉદાહરણ છે. મોટા ભાગના હસનારા લોકો મુસ્લિમ છે.