સાવરકુંડલામાં દિવાળીની આ રીતે કરાઇ અનોખી ઊજવણી

By : krupamehta 10:18 AM, 08 November 2018 | Updated : 10:18 AM, 08 November 2018
સાવરકુંડલામાં દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત્રિએ ઇંગોરિયાની લડાઇથી નિર્દોષ આનંદ મેળવે છે. 

ઇંગોરિયાના ઝાડ ઓછા થઇ જતાં કોકડામાં દારુખાનુ ભરી ઇંગોરિયા યુધ્ધની પરંપરા ચાલુ રખાય છે. ઇંગોરિયાની લડાઇમાં કપડામાં નુકસાની તેમજ ક્યારેક સામાન્ય દાઝવાની અત્યાર સુધી ઘટના સામે આવી નથી.

સાવરકુંડલામાં 60-70 વર્ષથી નાવલી નદીના બંને કાંઠે આવેલા સાવર અને કુંડલાના રહિશો ઇંગોરિયાની લડાઇ રમી નિર્દોષ આનંદ માણે છે. દિવાળીના તહેવાર પહેલા એક માસ અગાઉ ગામના યુવાનો સીમમાં આવેલ ઇંગોરિયાના ઝાડ ઉપરથી ઇંગોરિયા તોડી લાવે છે. ઇંગોરિયાના ઝાડ બહુ મોટા નથી હોતા આઠથી દસ ફૂટના ઝાડને શોધી તેમાં આવેલા ઇંગોરિયા તોડી તેને સુકવી દેવામાં આવે છે. સુકાઇ ગયા બાદ છાલ કાઢી કાણુ પાડીને તેમા ગંધક-સુરોખાર, દારુખાનુ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. ત્યારબાદ પથ્થરના ભુક્કાથી કાણુ બુરી દેવામાં આવ્યા બાદ સુકવવામાં આવે છે. આવી રીતે હજારો ઇંગોરિયા તૈયાર કરવામાં આવે છે.

દિવાળીની રાત્રિએ થેલા ભરીને બે જૂથો સામ-સામા એકબીજા ઉપર સળગતા અને દાડમના ફુવારા જેવી આગ ઓકતા ઇંગોરિયા ફેંકી ચિચિયારીઓ સાથે એકબીજા-જૂથને હરાવવા નિર્દોષ હોડ જામે છે. આ ઇંગોરિયા સળગાવવા માટે કાથીની વાટનો ઉપયોગ કરવામાં આવે છે.Recent Story

Popular Story