આજના સમયમાં WhatsApp તમામ લોકોની જરૂરિયાત બની ચૂક્યું છે. ભારતમાં WhatsAppના લગભગ 20 કરોડથી વધારે યૂઝર્સ છે. WhatsApp ન તો માત્ર મિત્રો સાથે વાત કરવાનું માધ્યમ છે પરંતુ ઑફિશ્યલ કામો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણી વખત WhatsApp અમારા માટે મુશ્કેલીનું કારણ પણ બની જાય છે.
વાસ્તવમાં WhatsApp યૂઝર કોઇના પણ ઑનલાઇન સ્ટેટ્સ વિશે જાણી શકે છે એટલે કે જો તમારો મોબાઇલ નંબર કોઇની પાસે Save છે અથવા તો તમારે Last Seen ઑન છે તો તે જોઇ શકે છે કે તમે WhatsApp પર ઑનલાઇન છો કે નહીં.
WhatsAppએ સિક્યોરિટી અને પ્રાઇવસી માટે ઘણા ફિચર્સ આપ્યા છે જેની મદદથી તમે કોઇ પણ WhatsApp યૂઝરને બ્લોક કરી શકો છો આ સાથે જ સુવિધાના અનુસાર તમે તમારા એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરથી લઇને સ્ટેટ્સ અને ફોન સ્ટેટ્સ કોઇ પણ યૂઝરથી હાઇડ કરી શકે છે પરંતુ WhatsAppના ઑનલાઇન સ્ટેટ્સ એક એવી સમસ્યા છે જેને તમે બીજા યૂઝર્સથી હાઇડ નહી કરી શકો. પરંતુ આ ત્યારે જ સંભવ છે જ્યારે તમે કોઇ યૂઝરને તમારા એકાઉન્ટથી બ્લોક કરી દો પણ ઘણી વખત કારણોસર તમે આ કરી શકતા નથી.
જોકે અમારી પાસે તમારી આ મુશ્કેલીનો પણ સરળ ઉપાય છે. તમે સ્માર્ટફોનમાં WhatsApp નૉટિફિકેશન ટૂલનો ઉયપોગ કરી શકો છે. એવામાં જો તમને કોઇ મેસેજ આવશે તો પૉપ રૂમમાં એક નોટિફિકેશન મળી જશે. આ નોટિફિકેશન પૉપ-અમમાં તમને રિપ્લાઇનો ઑપ્શન જોવા મળશે અને તમે મેસેજ ટાઇપ કરીને સેન્ડ કરી શકો છો.
તમે WhatsApp મેસેજને સ્ક્રીનના નોટિફિકેશન બારમાં સ્ક્રૉલ ડાઉન કરીને વાંચી શકો છો અને આ મેસેજનો જવાબ પૉપ-અપની મદદથી આપી શકો છે. જેનો સૌથી મોટો ફાયદો છે કે તમારા આ માટે WhatsApp એપ પર જવાની જરૂર નહી પડે જેનાથી WhatsApp પર ઑનઆઇલ નહી બતાવે. એટલે કે મેસેજ વાંચી પણ શકશો અને જવાબ પણ આપી શકો છો અને WhatsApp પર ઑનલાઇન પર બતાવશે નહી. આ ટ્રિકની મદદથી તમે સરળતાથી વાત કરી શકો છો.