જો દુનિયા થઇ જશે ખતમ તો પણ જીવીત રહેશે આ એક ઝાડ

By : krupamehta 03:58 PM, 16 May 2018 | Updated : 05:06 PM, 16 May 2018
જો પૃથ્વીનો ક્યારેક વિનાશ આવ્યો અને વિશ્વ બરબાદ થઈ ગયું તો પણ એક ઝાડ છે. જે જીવંત બચી જશે. જો તમારી પાસે આ વૃક્ષ વિશે કોઇ માહિતી નથી, તો  જાણીલો તે તમારા માટે જરૂરી સાબિત થઈ શકે છે.

આ વૃક્ષ કલકત્તાના આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડનમાં છે. આ વૃક્ષ 250 વર્ષ જૂનો છે. તમે તેના વિસ્તારને જાણીને આશ્ચર્ય પામશો. આ વૃક્ષ 14,500 ચો.મી. આ એકમાત્ર વૃક્ષ છે. જે સદીઓથી આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. 

તમને આશ્ચર્ય થશે કે તેની માહિતી અમારી પાસે કેવી રીતે ..? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવી લઈએ. વાસ્તવમાં, આ ઝાડ પૌરાણિક કથામાં ઉલ્લેખિત છે. વાર્તામાં એવું કહેવામાં આવે છે કે વૃક્ષને ભગવાનનું પ્રતીક કહેવાય છે. એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે પ્રયલમાં જગત ડુબી જશે ત્યારે પણ આ વૃક્ષ ટકી રહેશે.

પૌરાણિક કથામાં આ વૃક્ષનો ઉલ્લેખ
આ વાર્તામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વૃક્ષના પાંદડામાં અક્ષય વેટ તરીકે ઓળખાતા આ વૃક્ષનાં પાંદડામાં ભગવાનનો વાસ રહેલો છે. તેથી તેના પર   ક્યારેય કોઇ મુસ્કેલી નઇ આવી શકે એવું કહેવાય છે કે આ વૃક્ષને બાલ ગોપાલના આશીર્વાદ મળ્યા છે. ભગવાન અહીં રહે છે અને તે દુનિયાનું અવલોકન કરે છે.

રામ કથા મુજબ, રામ,સીતા અને લક્ષ્મણ વનવાસ વખતે તે યમુના નદીના તટ પર ઊતર્યો હતા, પછી વિશાળ વૃક્ષને પ્રણામ કર્યો હતા. સાવિત્રીએ તેના પતિને વૃક્ષ હેઠળ પુનઃજીવિત કર્યો હતો, ત્યારથી આ વૃક્ષને 'વડ સાવિત્રી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

 
આ વૃક્ષ પર્યાવરણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.
આ વૃક્ષ પર્યાવરણ માટે પણ મહત્વનું છે. તેના મૂળિયા જમીનને પકડી રાખે છે અને પાંદડાઓ શુદ્ધ રાખે છે. એવું કહેવાય છે કે વૃક્ષ એક દિવસમાં 20 કલાકથી વધુ સમય માટે ઓક્સિજન બનાવે છે. પાંદડા એક કલાકમાં પાંચ મિલિગ્રામ ઓક્સિજન બનાવે છે. વધુ પાંદડા, વધુ વૃક્ષો જીવનદાયી છે. દુષ્કાળમાં, તેના પાંદડા પ્રાણીઓને ખવડાવવામાં આવે છે.

વૃક્ષના પાંદડાઓ માનવના રોગોને ઠીક કરે છે.
વડવૃક્ષ ના પાંદડાઓ ઉધરસ પિત્ત નશાક, રક્ત શુદ્ધિકરણ, ગર્ભાશય શુદ્ધિકરણ તેનાં પાંદડાંઓને પીસીને બનાવવામાં આવતો લેપ અનેક પ્રકારની ચામડી સંબંધિત રોગોને દૂર કરે છે. તેના પાંદડાને તેલમાં ઉપયોગ કરીને વાળ સંબંધિત પરેશાની દૂર થઇ જાય છે. બળેલી જગ્યા પર કોમળ પાંદડાઓને પીસીને અને દહીંમાં મિશ્રણ કરી લાગવવાથી બળતરા થતી ઘટે છે. વડવૃક્ષના દૂધને લાગવાથી ઓછી ખંજવાળ આવે છે. તેના દૂધને લાગવાથી ગાઠનો ઘાવ પણ ભરાઇ જાય છે. તે વૃક્ષની રુટમાં Antioxidants જોવા મળે છે.
 Recent Story

Popular Story