ભુલથી પણ ભગવાન શિવને ન ચડાવો આ વસ્તું, નહીં તો....

By : vishal 06:30 PM, 30 November 2018 | Updated : 06:30 PM, 30 November 2018
શ્રધ્ધા સૌથી મોટો વિષય છે. શ્રધ્ધામાં સૌથી જરૂરી વસ્તું છે વિશ્વાસ જો તમને ભગવાન પર વિશ્વાસ ન હોય કે, તમારો વિશ્વાસ ડગમગતો હોય તો તમારે મંદિર જવાની કોઇ જરૂર નથી.ભક્તો ભગવાન ભોળીયાને ખુશ કરવા વિવિધ ઉપાયો કરતા હોય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવામાં કોઇ પણ મનુષ્યને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં વિશેષ કાળજી રાખવી જોઇએ. શિવ પુરાણમાં ભોલાનાથને પૂજાથી સંબંધિત વર્ણન મળે છે. ઘણી એવી વસ્તુ છે કે, ભગવાન ભોળીયાને અર્પણ કરવી ન જોઇએ. એટલા માટે ક્યારે પણ આ વસ્તુને ભગવાન શિવ પર નહી ચઢાવવું જોઇએ. ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને શંખચૂડ અસુરનું પ્રતીક માનવામાં આવે છે અને આ અસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. જેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી કરવામાં આવે છે.તુલસીને ભગવાન વિષ્ણુએ પત્ની સ્વરૂપનાં સ્વીકાર કર્યાં છે. એટલા માટે તુલસીથી ભગવાન શિવની પુજા કરવામાં આવતી નથી. તલ અથવા તલથી બનાવેલ વસ્તુ પણ ભગવાન શિવને અર્પણ કરવી જોઇએ નહી. તેને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલુ માનવામાં આવે છે.હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી છે, તેથી હળદળ ભગવાન શંકરને ચઢાવામાં આવતી નથી. જો એવું તમે કરો છો તો તેનાથી તમારૂ ચંદ્રમાં કમજોર થવા લાગે છેઅને ચંદ્રમાં કમજોર હોવાથી તમારૂ મન ચંચળ થઇ જશે. તમે કોઇ એક વસ્તુમાં મન લગાવીને કામ નહી કરી શકો.ઉકારેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક ના કરો. શિવલિંગનો અભિષેક હંમેશા ઠંડા પાણીથી કરવો જોઇએ.નારિયળ ભગવાન શિવને ચઢાવવુ જોઇએ પરંતુ નારિયળનું પાણી ક્યારેય પણ ભગવાનને ભુલથી પણ ના જવું જોઇએ. તેનાથી ધનની હાની થાય છે.કેટકીનું ફુલ પણ ભગવાન શિવને પણ ન ચઢાવવું જોઇએ.ભગવાન શિવને અક્ષત એટલે સાબૂત ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે. તૂટેલા ચોખા અશુદ્વ હોય છે, એટલા માટે આ શિવજીને ન ચઢાવવા જોઇએ.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story