this temple of gujarat is washed with ghee and this time devotees crowd happens
પરંપરા /
ઘીથી ધોવાય છે ગુજરાતનું આ મંદિર, ખાસ પરંપરાના કારણે રહે છે ભક્તોની ભીડ
Team VTV12:25 PM, 16 Jan 21
| Updated: 12:26 PM, 16 Jan 21
માન્યતા છે કે ગુજરાતના આ મંદિર પર વરદાયિની દેવીની કૃપા બની રહી છે. આ મંદિરને ઘીથી ઘોવાની પરંપરા પણ ઘણી જૂની છે. આ મંદિર ગુજરાતના ગાંધીનગરમાં રૂપલ નામના ગામમાં આવેલું છે. તેને વરદાયિની દેવી મંદિરના નામે ઓળખાય છે. ભક્તો જ્યારે ઘીથી મંદિર ધોવે છે ત્યારે જાણે ઘીની નદી વહી રહ્યાનો એહેસાસ થાય છે.
ગુજરાતના ગાંધીનગરમાં આવેલું છે આ ખાસ મંદિર
વર્ષો જૂની પરંપરાના કારણે ઘીથી ધોવાય છે આ મંદિર
આ મંદિરમાં વરદાયિની દેવીની વરસે છે અપાર કૃપા
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાથી 13 કિલોમીટર ના અંતરે આ મંદિર આવેલું છે. આ મંદિરને ઘીથી ધોવાની પરંપરા જૂની છે. માન્યતા છે કે ઘીથી મંદિરને ધોવાથી વરદાયિની દેવીની કૃપા વરસે છે. એમ કહેવાય છે કે આ મંદિરને ઘીથી ધોવાની પરંપરા વર્ષો જૂની છે. આ સાથે જ્યારે મંદિરને ઘીથી ધોવામાં આવે છે ત્યારે તેની પવિત્રતા બની રહે છે અને ભક્તોના જીવનમાં સંપન્નતા આવે છે. માતાજી અહીં સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આધ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે.
નવરાત્રિના સમયે રહે છે શ્રદ્ધાળુઓની ભીડ
કહેવાય છે કે અહીં નવરાત્રિના સમયે વરદાયિની દેવીના મંદિરનો નજારો જોવા લાયક હોય છે. આ અવસરે મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. આ ગામે વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય છે. જેને રૂપાલની પલ્લીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે પલ્લી (માતાજી ની માંડવી) ઉપર લાખો કિલો શુધ્ધ ઘીનો અભિષેક થાય છે. આ પલ્લી મેળો સમગ્ર દેશભરમાં પ્રસિધ્ધ છે અને મેળામાં દેશ પરદેશથી લોકો ઉમટી પડે છે.ભક્તો મોટી શ્રદ્ધાની સાથે આ મંદિરમાં ઘણા દૂરથી આવે છે. કહેવાય છે કે નવરાત્રિની નવમીના દિવસે લાકડાથી બનેલો એક રથ આખા ગામમાં ફેરવવામાં આવે છે. આ રથ પર પાંચ સાંચામાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ સાથે આ રથને અને જ્યોતને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. આ સંખ્યાના કારણે રથની આસપાસ ભીડ રહે છે.
જોડાયેલી છે આ કથા
સુષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો.તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓ શ્રી વરદાયીની માતાજીના પુત્રરુપે શરણે ગયા. શ્રી માતાજીએ તમને પુત્રરુપે સ્તનપાન કરાવી સાત્વના આપી. અજેય દૈત્ય દુર્મદ સાથે દારુણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયીની માતાજીએઅહીં જ નિવાસ કર્યો. ત્યારથી આ મંદિરને વરદાયિની માતાના મંદિરથી ઓળખવામાં આવે છે.
ભક્તો શ્રદ્ધાથી ચઢાવે છે ઘી
કહેવાય છે કે અહીં ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને શ્રદ્ધા સાથે રથ પર ઘી પમ ચઢાવે છે. માનવામાં આવે છે કે વરદાયિની દેવીને ઘી ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. તેનાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેઓ સારું જીવન જીવી શકે છે. જે ભક્તો વધુ સદ્ધર હોય છે તેઓ પોતાની રીતે ઘી ચઢાવે છે. કેટલાક લોકો વધારે ઘી ચઢાવતા હોવાના કારણે અહીં વધારે ઘી જમા થઈ જાય છે.