આ મંદિરને કહેવાય છે નરકનો દરવાજો, અંદર ગયા બાદ કોઇ પણ નથી ફરતું પરત

By : krupamehta 12:28 PM, 03 December 2018 | Updated : 12:28 PM, 03 December 2018
તમે આજ સુધી ઘણા પ્રકારના મંદિરો અને એમના રહસ્યો માટે સાંભળ્યું હશે પરંતુ આજે અમે જે મંદિર માટે તમને જણાવવા જઇ રહ્યા છીએ એને લઇને કહેવાય છે કે અહીંયા નરકનો દરવાજો છે જેની પાસે જવાથી વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. જો કે સંશોધનકર્તાએ ત્યાં થઇ રહેલા મૃત્યોની પાછળના કારણને શોધી નિકાળવાનો દાવો કર્યો છે. વાસ્તવમાં દક્ષિણી તુર્કીનના હીરાપોલિસ શહેરમાં એક ખૂબ પ્રાચીન મંદિર છે. આ મંદિરને નરકનો દરવાજો નામ આપવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સતત રહસ્યમય મોત થઇ રહ્યા છે. વાસ્તવમાં આ મંદિરના સંપર્કમાં આવતા જ પશુ-પક્ષીઓ પણ મરી જાય છે. કહેવામાં આવે છે કે એમનું મોત યૂનાની દેવતાની ઝેરી શ્વાસના કારણે થઇ રહી છે. 

અજીબોગરીબ ઘટનાઓને કારણે લોકોને આ મંદિરને નરકનો દરવાજો કહેવા લાગ્યા. ગ્રીક, રોમન કાલમાં પણ મંદિરની આસપાસ જતા લોકોનું માથું કાપી નાંખવામાં આવતું હતું. મોતના ડરના કારણે પણ એ લોકો ત્યાં જતા ડરતા હતા. વૈજ્ઞાનિકની શોધ બાદ અહીંયા થઇ રહેલા મોતો થવાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. 

એમનું કહેવું છે કે એની પાછળ મંદિરની નીચેથી સતત નિકળતી કાર્બન ડાઇ ઓક્સાઇડ ગેસ છે. આ ગેસ ખૂબ વધારે પ્રમાણમાં મળી આવી છે. 

એ અહીંયા 91% સુધી મોજૂદ છે. આશ્વર્યજનક રૂપથી ત્યાંથી નિકળતી વરાળનિા કારણે ત્યાં જતાં નાના જીવજંતુઓ અને પશુ પક્ષીઓ મરી જાય છે. Recent Story

Popular Story