This small remedy needed to do before the coming of the new year you will get the blessings of Lakshmiji every spoiled work will be done
તમારા કામનું /
નવા વર્ષના પહેલા દિવસે જરૂર કરજો આ નાનકડા ઉપાય, મળશે લક્ષ્મીજીના આશીર્વાદ, પુરા થશે દરેક બગડેલા કામ
Team VTV08:02 PM, 06 Dec 22
| Updated: 08:05 PM, 06 Dec 22
નવા વર્ષનો પ્રથમ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વર્ષ 2023માં માતા લક્ષ્મીની સાથે આ દેવી દેવતાની પૂજાથી અપાર ખુશીઓ, ધન, સમૃદ્ધિ અને પુણ્ય ફળ પ્રાપ્ત થશે.
નવા વર્ષનો પ્રથમ દિવસ માનવામાં આવે છે શુભ
આ દિવસે કરો માતા લક્ષ્મીની ખાસ પૂજા
સાથે કરો આ દેવી-દેવતાઓની પૂજા
વર્ષનો પહેલો દિવસ મોટાભાગના લોકો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. કેટલાક આ દિવસે પોતાની આદતો બદલવાનો સંકલ્પ લે છે તો કેટલાક નવા વર્ષ પાસે ઘણી આશાઓ રાખે છે. દરેક વ્યક્તિ વિચારે છે કે આવનારા વર્ષ 2023 ના પહેલા દિવસે શું ખાસ કરવું જોઈએ જેથી આખું વર્ષ લાભ થાય અને મુશ્કેલીઓ દૂર રહે.
પંચાંગ અનુસાર નવું વર્ષ 2023નો પહેલો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ દિવસની શરૂઆત પૂજાથી કરવામાં આવે તો આખું વર્ષ અપાર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. આવો જાણીએ વર્ષ 2023માં મા લક્ષ્મીની સાથે કયા દેવતાની પૂજા કરવાથી પુણ્ય ફળની પ્રાપ્ત થશે.
વર્ષના પ્રથમ દિવસે કયા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ?
સુખ-સમૃદ્ધિ માટે
દરેક શુભ કાર્યની શરૂઆત ગણપતિજીની પૂજાથી કરવામાં આવે છે. કારણ કે તેમને પ્રથમ પુજનીય માનવામાં આવે છે. વર્ષનો પ્રથમ દિવસ શુભ હોવો જોઈએ તેથી આ દિવસની શરૂઆત ભગવાન ગણેશને દુર્વા, લાડુ અર્પણ કરીને કરો.
ગૌરી પુત્ર ગજાનનને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે તેમને સાચા હૃદયથી યાદ કરે છે, તે તેના તમામ વિધ્નો દૂર કરે છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણપતિજી ચતુર અને તીવ્ર બુદ્ધિના સ્વામી છે. તેમની પૂજા કરવાથી ભક્તોની બુદ્ધિ પણ તેજ બને છે અને શુભતાના દ્વાર ખુલે છે.
સંપત્તિ વધારવા માટે
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે. વર્ષ 2023 ના પહેલા દિવસે મા લક્ષ્મીની આરાધના કરવાથી ધનની સાથે વૈભવ, કીર્તિ, માન, સંપત્તિની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જેને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. શુક્રને સફેદ રંગ ખૂબ પ્રિય છે. ચોખા પણ મા લક્ષ્મીનું પ્રિય અનાજ છે.
આ રીતે વર્ષના પહેલા દિવસે દેવી લક્ષ્મીને પૂજામાં ચોખા ચઢાવો અને પછી પૂજામાં ચઢાવેલા થોડા ચોખા તમારા પર્સમાં રાખો. તેનાથી આખુ વર્ષ સમૃદ્ધિ રહેશે. બિનજરૂરી ખર્ચ અટકશે. ભગવાન વિષ્ણુજીની સાથે હંમેશા મા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ તેનાથી દેવી જલ્દી પ્રસન્ન થાય છે.
પ્રગતિનો માર્ગ ખુલશે
આ યુગમાં સૂર્ય ભગવાન એક માત્ર સાક્ષાત દેવતા છે. વર્ષ 2023નો પહેલો દિવસ રવિવારના રોજ આવી રહ્યો છે જે સૂર્યને સમર્પિત છે અને પૌષ મહિનો પણ ચાલુ રહેશે. પોષ માસમાં સૂર્યની ઉપાસના ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
આ સ્થિતિમાં આવતા નવા વર્ષના પહેલા દિવસથી જ ઉગતા સૂર્યને તાંબાના વાસણમાં પાણી, ગોળ અને સિંદૂર મિક્સ કરીને અર્પિત કરો. તેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે.