બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ એક જ IPOએ 500 કર્મચારીઓને બનાવી દીધા કરોડપતિ, જાણો સૌથી વધારે ફાયદો કયા સેક્ટરને થયો

બિઝનેસ / આ એક જ IPOએ 500 કર્મચારીઓને બનાવી દીધા કરોડપતિ, જાણો સૌથી વધારે ફાયદો કયા સેક્ટરને થયો

Last Updated: 10:02 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારના રોજ સ્વિગીના શેર લિસ્ટિંગ થઇ ગયા છે. તેનાથી આ કંપનીના 500 જેટલા કર્મચારીઓ કરોડપતિ બનશે. જેનો સૌથી વધુ ફાયદો એગ્ઝીક્યૂટિવ ટીમને થશે.

બુધવારે ઓનલાઈન ફૂડ એગ્રીગેટર કંપની સ્વિગીના શેર લિસ્ટ થઇ ગયા છે. તેનાથી આ કંપનીના કર્મચારીઓને ખૂબ ફાયદો થયો છે. જેમાં આશરે 9,000 કરોડ રૂપિયાની ESOP વેલ્યુ અનલોક થઇ છે. જેથી કંપનીના લગભગ 5,000 કર્મચારીઓને ફાયદો થશે. તેમાં લગભગ 500 લોકો કરોડપતિ બની શકે છે. જેમાં સૌથી વધુ ફાયદો કંપનીના કો ફાઉન્ડર અને ગ્રૂપ CEO શ્રીહર્ષ મજેટીને થશે , જેમની ESOP હોલ્ડિંગ્સનુ વેલ્યુ 1,894 કરોડ રૂપિયા છે. તો સ્વિગીના ઈન્સ્ટામાર્ટ ડિવિઝનના સીઈઓ અમિતેશ ઝા પાસે આશરે 126 કરોડ રૂપિયાની કિંમતના ESOP છે. આ સાથે  સ્વિગીના ફૂડ માર્કેટપ્લેસના સીઈઓ રોહિત કપૂર પાસે 92 કરોડ રૂપિયાનું હોલ્ડિંગ છે.

PROMOTIONAL 9

આ સાથે સ્વિગીની લીડરશિપ ટીમના અન્ય પ્રમુખ સભ્યોને પણ ફાયદો થશે. સ્વિગીના CFO રાહુલ બોથરા અને CTO મધુસૂદન રાવ પાસે 81.73 કરોડ રૂપિયાના ESOP છે. તો સ્વિગીના મુખ્ય માનવ સંસાધન અધિકારી ગિરીશ મેનન, ચીફ ગ્રોથ ઓફિસર ફણી કીશન અને ઈનોવેશન હેડ નંદન રેડ્ડી પાસે પણ આટલી જ રકમ છે. હમણાં રીઝાઈન આપનાર ચીફ ગ્રોથ એન્ડ માર્કેટિંગ ઓફિસર અશ્વથ સ્વામીનાથન પાસે 54.48 કરોડ રૂપિયાના ESOP છે. કુલ મળીને એગ્ઝીક્યૂટિવ ટીમ પાસે 2500 કરોડથી વધુના ESOP છે.

વધુ વાંચો : શેર માર્કેટમાં મચી તબાહી! નવેમ્બરમાં રોકાણકારોને થયું કરોડોનું નુકસાન, આંકડો ચોંકાવનારો

  • રિયલ એસ્ટેટ લાભો
    સ્વિગીએ સેબી પાસેથી એક વર્ષના લૉક-ઇન પિરિયડ પર છૂટ પણ મેળવી લીધી છે. આ સાથે કર્મચારીઓ IPOના એક મહિના બાદ પણ તેમના શેર વેચી શકશે. આ IPOમાંથી મળનારી રકમ બેંગલુરુના રિયલ એસ્ટેટ માર્કેટ પર અસર કરે તેવી સંભાવના છે. આ IPOના કારણે કરોડપતિ બનેલા કર્મચારીઓ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકે છે. તેનાથી મોંઘી મિલકતની ડિમાન્ડ વધી શકે છે. બેંગલુરુમાં ઘણા સ્ટાર્ટ અપ્સ આવેલા છે. સ્વિગીના IPOથી લક્ઝરી હાઉસિંગની ડિમાન્ડ વધે તેવી સંભાવના છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Listing Swiggy Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ