બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મહાકુંભમાં આવેલી આ સાધ્વી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ, સન્યાસી બનવાનું જણાવ્યું કારણ, જુઓ વીડિયો
Last Updated: 04:58 PM, 13 January 2025
મહાકુંભ 2025ની આજથી એટલે કે 13 જાન્યુઆરીથી શરૂઆત થઇ ગઇ છે. આ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. હિન્દુ ધર્મના સૌથી મોટા ધાર્મિક તહેવાર પર લાખો શ્રદ્ધાળુઓ આજે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર પણ મહાકુંભના ઘણા અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા નાગા સાધુઓથી લઈ પ્રસાશનની તૈયારીઓ સુધીની બાબતો ચર્ચાનો વિષય બની રહી છે. એવામાં મહાકુંભમાં આવેલી એક ખૂબસૂરત સાધ્વીનો વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં એક મહિલા પત્રકાર રથ પર સવાર આ ખૂબસૂરત સાધ્વીને કેટલાક પ્રશ્નો પૂછતી જોવા મળે છે. પત્રકાર સાધ્વીને પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા છો? આના જવાબમાં સાધ્વીએ જણાવ્યું કે તે ઉત્તરાખંડથી આવી છે અને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા છે. આગળ પત્રકાર પૂછે છે કે તું ખૂબ જ સુંદર છે તો આ સંન્યાસનું જીવન કેમ પસંદ કર્યું? શું તમને સાધ્વીનું જીવન છોડીને બીજું કંઈક કરવાનું મન નથી થતુ? તેના જવાબમાં સાધ્વીએ જણાવ્યું હતું ક કે મારે જે કરવાનું હતું તે હું કરી ચૂકી છે. હું બધું છોડીને અહીં આવી છું. બાદમાં મહિલા પત્રકાર તેમને પૂછે છે કે આ જીવનમાં એવું શું હતું જેના કારણે તમે બધું છોડીને આ રસ્તો પસંદ કર્યો? જેને સાધ્વીએ જવાબ આપ્યો હતો કે મને આ માર્ગ પર શાંતિ મળી છે. મહિલા પત્રકાર સાધ્વીની ઉંમર પૂછે છે અને તે કેટલા વર્ષોથી સંન્યાસ જીવન જીવી રહી છે તે પણ સવાલ કરે છે? જેના જવાબમાં સાધ્વી જણાવે છે કે તેમની ઉંમર 30 વર્ષ છે અને છેલ્લા બે વર્ષથી સંન્યાસ જીવન જીવી રહી છે.
આ વાયરલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર pyari_shubhi નામના એકાઉન્ટ પરથી શેર કરાયો છે. જેને અત્યાર સુધી સેંકડો વ્યુ મળી ચૂક્યા છે. જેને લાખો લોકોએ પસંદ પણ કર્યો છે. અહીંયા લોકોની મિલીજુલી પ્રતિક્રિયા આવી રહી છે. અમુક લોકોએ તેમના સંન્યાસ જીવનની પ્રસંશા કરી રહ્યા છે તો અમુક લોકો તેને ઢોંગી કહી રહ્યા છે.
આ ખુબસુરત સાધ્વીના વીડિયો પર એક યૂઝરે લખ્યું હતું કે, "બીજા સાધુઓની તપસ્યા ભંગ કરવા આવી છે". તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, "સાધ્વી થઈને આટલો મેક અપ અને આઇબ્રો કેમ સેટ કરેલી છે"? તો અન્ય એક યુઝરે લખ્યું હતુ કે, "આશ્રમ 4 જલ્દી જ રિલીઝ થનાર છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.