ચીનની સીમા પર અવળચંડાઈને જોતા સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે સીમા પર સેના અને કુટનીતિક સ્તરે સરકારે મોર્ચો સંભાળ્યો છે ત્યારે બીજી તરફ સમગ્ર દેશમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે. જેની અસર તહેવારો પર પણ પડતી જોવા મળી રહી છે ભારતના વ્યાપારિઓએ તહેવારોમાં ચીનને જડબાતોડ જવાબ આપવા માટે પુરી તૈયારી કરી લીધી છે.
સ્વદેશી રાખડીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
7 કરોડ વ્યાપારિઓએ ચીની રાખડી નહીં વેચવાનો નિર્ણય કર્યો
લગભગ 1 હજાર કરોડ રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો
રક્ષાબંધનના તહેવાર પર દેશમાં ભાઈઓના કાંડે ચીની રાખડી જોવા નહીં મળે બલ્કે બહેન તરફથી રેશમના તારનો દોરો જોવા મળશે. કેમ કે એક રિપોર્ટ મુજબ 7 કરોડ વ્યાપારિઓએ ચીની રાખડી નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશમાં બનતી રાખડી વેચવામાં આવશે.
મળતી માહિતી મુજબ ચીનને આપવામાં આવેલો લગભગ 1 હજાર કરોડ રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. જેનાથી ચીનને મોટો ફટકો પડ્યો છે. આથી દેશમાં રોજગારીને પ્રોત્સાહન મળશે.
દેશના છુટક વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કૈટ)એ ચીનની વિરુધ્ધ અભિયાન ચલાવ્યુ છે. એ અંતર્ગત ચીનથી રાખડી નહીં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી લગભગ ચીનને 4 હજાર કરોડનો ફટકો લાગશે.
કૈટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ રક્ષાબંધન પર સ્વદેશી રાખડીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી દેશના લોકોને રોજગારીની તક મળે અને તેઓ આત્મનિર્ભર થાય.