બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / તેલ નહીં, પાણીમાં બને છે આ અથાણું, જે સ્વાદની સાથે-સાથે રાખશે હેલ્થનો ખ્યાલ, જાણો રેસિપી
Last Updated: 01:28 PM, 2 October 2024
ભારતમાં અથાણું ખૂબ શોખથી ખવાય છે. જ્યારે ઘરે સબ્જી ન બનાવવામાં આવી હોય ત્યારે લોકો અથાણું ખાઈને પણ ચલાવી લેતા હોય છે. અથાણું લાંબા સમય સુધી બગડતું નથી, તે લગભગ એક વર્ષ સુધી સુરક્ષિત રહે છે. નોર્મલ અથાણું બનાવવા માટે તેલની જરૂર પડે છે. પરંતુ આજે આપણે એવા અથાણાની વાત કરીશું જેમાં તેલની જરૂર નથી પડતી. આ અથાણું પાચન સમસ્યાથી પીડાતા લોકો માટે શ્રેષ્ઠ છે. અહીંયા જાણીશું કે, તેલ વગરનું અથાણું કેવી રીતે બને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગેસ પર એક વાસણ મૂકો અને તેમાં લગભગ 2 કપ પાણી ઉકાળો. તેમાં 2 કપ વિનેગર પણ એડ કરો. પછી તેને ઉકાળો. ત્યાર બાદ તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો. ખાંડને ચાસણીની જેમ રાંધવાની જરૂર નથી. તેને એક ઉકાળા સુધી ગરમ કરવાનું રહેશે. ત્યાર બાદ તેમાં 2 ચમચી મીઠું નાખો. હવે તેમાં 1 ચમચી સરસવના બીજ ઉમેરો. તમે સરસવના દાણાને થોડા વાટી પણ શકો છો. પછી પાણીને ઉકાળીને ઠંડુ કરવાનું રહેશે. હૂંફાળા પાણીને એક કાચના વાસણમાં ટ્રાન્સફર કરી લો. પછી તમામ શાકભાજીને કાપીને ધોઈ લો. શાકભાજીમાંથી તમામ પાણી કાઢવું નહીં, અથાણાંમાં જેટલું પાણી હશે તેટલો સારો સ્વાદ આવશે. આ અથાણાને તમે ત્રણ દિવસ સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખી શકો છો. ત્રણ દિવસ બાદ આ અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.