This person ate cow dung after understanding the cake
OMG /
Amazon પર કેક સમજીને મંગાવી તો આવ્યું છાણ, ખાધા બાદ આપ્યો એવો રિવ્યૂ કે હસી પડશો
Team VTV04:38 PM, 21 Jan 21
| Updated: 04:46 PM, 21 Jan 21
આજકાલ લોકો ઓનલાઇન શોપિંગ વધારે કરે છે. દુનિયાભરની અલગ અલગ વૅબસાઇટમાંથી તેઓ શોપિંગ કરે છે અને ઇન્ટરનેટ પર લોકોની જરૂરિયાતનો દરેક સામાન હાજર છે. ઓનલાઇન વસ્તુ ખરીદીને લોકો તેનો રિવ્યુ કરવાનું પણ ચૂકતા નથી. હાલમાં જ એક વ્યક્તિએ કાઉ ડંગ કેકને ખાધા બાદ તેનો રિવ્યુ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મહત્વનું છે કે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ગાયના છાણમાંથી બનેલી કેક ઓનલાઇન વેચાઇ રહી છે. ત્યાં એક વ્યક્તિએ કાઉ ડંગ કેકને ધાર્મિક કાર્યમાં ઉપયોગ ન કર્યો પરંતુ તેને ખાધુ અને બાદમાં તેનો રિવ્યુ પણ પોસ્ટ કર્યો. આ રિવ્યુ ટ્વિટર પર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
સંજય અરોડા નામના એક યુઝરે લખ્યું કે, આ મારુ ભારત છે, હું મારા ભારતને ખુબ જ પ્રેમ કરુ છું. સાથે જ તે રિવ્યુ પણ પોસ્ટ કર્યો હતો. સ્ક્રિન શોટમાં તમે જોઇ શકશો કે એમેઝોન પર એક વ્યક્તિએ છાણનો રિવ્યું પોસ્ટ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે કેકનો સ્વાદ ખુબ બેકાર છે, તેને ખાધા બાદ મને ઝાડા થઇ ગયા હતા. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર ગાયનું છાણ વેચી રહ્યાં છે. દૈનિક હવન, પૂજન અને અન્ય ધાર્મિક કાર્યો માટે આ છાણ વેચવામાં આવી રહ્યું છે. સાથે જ તેનો ઉપયોગ વાતાવરણને શુદ્ધ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.