This Nitish Kumar government minister resigned on the very first day he took charge.
બિહાર /
નીતિશ સરકારના આ પ્રધાને ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે આપી દીધું રાજીનામું, જાણો કારણ
Team VTV04:36 PM, 19 Nov 20
| Updated: 04:39 PM, 19 Nov 20
બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે જ તેનો ચાર્જ સંભાળ્યો હતો, અને આજે જ રાજીનામું ધરી દીધું હતું. મેવાલાલ ચૌધરી પર આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.
બિહારના પ્રધાનનું પદ પરથી રાજીનામું
મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપો
રાષ્ટ્રગાન પણ ગાતા નથી આવડતુ
બિહારની નવીસવી નીતિશ કુમાર સરકાર માટે મંત્રીઓને પદભાર સંભાળવાના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા સર્જાઇ હોવા જેવી ઘટના બની હતી. પદ સાંભળ્યાના પહેલા જ દિવસે નીતિશ કુમાર ના ખાસમખાસ ગણાતા મેવાલાલ ચૌધરીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. મેવાલાલ ચૌધરી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારે હંગામો વચ્ચે મેવાલાલ ચૌધરીએ ગુરુવારે શિક્ષણ વિભાગનો ચાર્જ સાંભળ્યો હતો અને રાજીનામું આપી દીધું હતું.
RJD એ કરી હતી તપાસની માંગણી
રાષ્ટ્રીય જનતા દળ RJD છેલ્લા 2 દિવસથી મેવાલાલ ચૌધરી સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો અને તેની પત્નીના શંકાસ્પદ મૃત્યુમાં મેવાલાલ ચૌધરી ની કથિત સંડોવણી અંગે તપાસની માંગ કરી રહી છે.
મહત્વ નું છે કે, 2017 માં, મેવાલાલ ચૌધરી પર, જ્યારે સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ભાગલપુરના કુલપતિ હતા ત્યારે પદ પર રહીને નોકરીમાં કૌભાંડ કરવાનો આરોપ છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે કુલપતિ હોવાના સમયે તેમણે ખોટી રીતે 161 આસિસ્ટંટ પ્રોફેસરોને ફરીથી ખોટી રીતે પદ પર નિયુક્ત કર્યા હતા, આ મામલે તેની વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે.
રામનાથ કોવિંદે આપ્યા હતા તપાસ આદેશ
બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદે તે સમયે મેવાલાલ ચૌધરી સામે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં મેવાલાલ ચૌધરી પરના આરોપો સાચા હોવાનું માલુમ પડ્યું. તેના ઉપર સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના બિલ્ડિંગના બાંધકામમાં પણ કૌભાંડ કરવાનો પણ આરોપ છે.
જોકે, આ વિશે વાત કરતા મેવાલાલ ચૌધરી એ કહ્યું કે મારી વિરુદ્ધ કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી કે કોર્ટ તરફથી મારા વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયો નથી. મારી સામે કોઈ આક્ષેપો થયા નથી.
भ्रष्टाचार के अनेक मामलों के आरोपी बिहार के शिक्षा मंत्री मेवालाल चौधरी को राष्ट्रगान भी नहीं आता।
બિહાર ના પૂર્વ શિક્ષણમંત્રી મેવાલાલ ચૌધરી નો એક વીડિયો રાજ્યના વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળે શેર કર્યો છે. ધ્વજ ફરકાવવાના પ્રસંગે મેવાલાલ ચૌધરી ખોટા ખોટા શબ્દોમાં જન ગણ મન ગઈ રહેલા નજરે પડે છે. મુદ્દે RJDએ બિહાર ના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર પ્રહાર કર્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા મેવાલાલ ચૌધરી ને કેવી રીતે રાજ્યના કેબિનેટમાં સ્થાન આપ્યું તેની ઉપર પ્રશ્ન કર્યો છે.
RJD એ શેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મેવાલાલ ચૌધરી ને રાષ્ટ્રગાનના શબ્દો ખબર નથી અને તેઓ બાળકો અને થોડા મોટેરાઓની સામે ખોટા ખોટા શબ્દોમાં રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે.