બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / મૂવી સમીક્ષા / ના પુષ્પા 2, ના સ્ત્રી 2, તો કઇ મૂવી બની 2024ની સૌથી વધારે લોકપ્રિય ફિલ્મ, કમાણી કરોડોમાં
Last Updated: 02:52 PM, 11 December 2024
વર્ષ 2024માં બોક્સ ઓફિસથી લઈને ઓટીટી પર ઘણી ફિલ્મો આવી અને છવાઈ ગઈ. આ ફિલ્મો એવી છે કે, જેમાં એક્શન, થ્રિલર, રોમાન્સ, હોરર-કોમેડી અને ઇમોશનલનો ભરપૂર મસાલો જોવા મળ્યો. હાલમાં જ IMDbએ વર્ષ 2024ની પોપ્યુલર ફિલ્મ કઈ છે, તેની ઘોષણા કરી. જો તમને એમ લાગતું હોય કે, આ વર્ષની પોપ્યુલર ફિલ્મ પુષ્પા-2, ભૂલ-ભુલૈયા 3 કે સ્ત્રી-2 હોય તો તમારી ધારણા તદ્દન ખોટી છે. તો ચાલો જાણીએ કે, IMDbના મત મુજબ આ વર્ષની પોપ્યુલર ફિલ્મ કઈ છે.
ADVERTISEMENT
કઈ ફિલ્મ છવાઈ?
ADVERTISEMENT
ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ સાઉથની બ્લોકબસ્ટર 'કલ્કિ- 2898 AD’ છે. આ ફિલ્મે બધી જ મોટી હિટ ફિલ્મોને માત આપી છે. ભલે, ભૂલ-ભુલૈયા 3, સ્ત્રી-2 અને સિંઘમ અગેન જેવી ફિલ્મોએ કમાણી તગડી કમાણી કરીને બોક્સ-ઓફિસ પર રેકોર્ડ કરી હોય પણ દર્શકોના દિલમાં કલ્કિ ફિલ્મે એક અલગ જ જગ્યા બનાવી છે. હાલ ની વાત કરીએ તો, પુષ્પા-2 બોક્સ-ઓફિસ પર તાબડતોબ કમાણી કરી રહી છે પરંતુ પોપ્યુલરિટીના મામલે કલ્કિનો મુકાબલો હજુ સુધી નથી કરી શકી.
વધુ વાંચો બોક્સ ઓફિસ પર પુષ્પા 2નો દબદબો, સતત છઠ્ઠા દિવસે કલેક્શન કરોડોને પાર, તોડ્યો રેકોર્ડ
ફિલ્મોને લઈને IMDbની લિસ્ટ પડી બહાર
IMDbના મત મુજબ 'કલ્કિ- 2898 AD’ વર્ષ 2024ની પોપ્યુલર ફિલ્મ બની છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દીપિકા પાદુકોણ, પ્રભાસ અને અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. જો કે, IMDbની આ લિસ્ટમાં બીજા સ્થાને શ્રધ્ધા કપૂરની 'સ્ત્રી-2' છે અને વિજય સેતુપતિની 'મહારાજા' ત્રીજા નંબરે છે. કલ્કિના ફિલ્મ નિર્માતાએ આ ઉપલબ્ધિ પર કહ્યું કે, 'આ ખરખેરમાં એક અદભુત ક્ષણ છે. આ દર્શકોનો પ્રેમ છે, જે તેઓએ આ ફિલ્મ પર વરસાવ્યો છે. અમે આ ફિલ્મ પાછળ ઘણી મહેનત કરી હતી અને આ ઉપલબ્ધિ અમારા માટે સંતોષકારક છે. આ ફિલ્મે દરેક વયજૂથના લોકો વચ્ચે એક અલગ જ જગ્યા બનાવી છે, જે જોતાં ખરેખરમાં આનંદ થાય છે.'
ચોથા નંબરે બાજી મારી અજય દેવગનની આ ફિલ્મે
IMDbની લિસ્ટમાં ચોથા નંબરે અજય દેવગનની અને આર. માધવનની ફિલ્મ 'શૈતાન' છે, જ્યારે દીપિકા પાદુકોણ અને હૃતિક રોશનની 'ફાઇટર' પાંચમા નંબરે છે. આમ જોવા જઈએ તો, આ વર્ષે IMDbની લિસ્ટમાં ટોટલ 7 ફિલ્મો બોલીવુડની છે, જેમાંથી કલ્કિ- 2898 AD’ ટોચ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT