બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 11:34 AM, 2 May 2022
ADVERTISEMENT
નાસિકથી 90 કિમી દૂર આ ગામમાં પાણીની ભારે અછત
ADVERTISEMENT
આ વિસ્તારમાં પાણીની ખૂબ અછત છે. જેના માટે માટલામાં પાણી ભરવા માટે મહિલાઓએ ઘણા કિલોમીટર ચાલીને શુષ્ક સ્ત્રોતમાંથી મુશ્કેલી વેઠીને પાણી લાવવુ પડે છે. આવનારી મોટાભાગની નવી દુલ્હનો પાણીની પારાવાર અછતથી એટલી બધી પરેશાન છે કે મહિલાઓ આ ગામમાં રહેવા ઈચ્છતી નથી અને પિયરે જતી રહે છે. ગ્રામ્ય કોવિંદ વાઘમારે એક લગ્નની કહાની સંભળાવે છે જે માત્ર બે દિવસ સુધી ચાલી. તેમણે કહ્યું, 2014માં એક યુવકના લગ્ન થયા અને દુલ્હન બીજા દિવસે પિયરે જતી રહી. લગ્નના બીજા દિવસે દુલ્હન પાણી લાવવા માટે પહાડ વિસ્તારની હદ સુધી અન્ય મહિલાઓનો પીછો કરતા પહોંચી. પરંતુ હવે જ્યારે અહેસાસ થયો કે આ કેટલું મુશ્કેલ છે તો તે પાણીના વાસણને છોડીને પોતાના પિયરે જતી રહી.
દોઢ કિલોમીટરનુ ઉભુ ચઢાણ અને વાસણ ભરવાનો પણ સંઘર્ષ
જે લોકો રોકાય છે તેને ગરમીની સિઝનમાં માર્ચથી જૂન સુધી એક ટેકરીના ટોચે લગભગ સુકા પ્રદેશમાંથી પાણી લાવવા માટે દોઢ કિલોમીટર પગપાળા ચાલવુ પડે છે. ખડકાળ પ્રદેશમાં ચાલીને પાણીના શ્રોત સુધી પહોંચવા સુધીનો સંઘર્ષ ખત્મ થતો નથી. ખડકના પોલાણમાં પાણી ભરવા માટે મહિલાઓએ કલાકો સુધી રાહ જોવી પડે છે. નંબર આવતા તેઓ અંદર જાય છે પછી એક પાત્રમાંથી પાણી નિકાળીને પોતાનુ વાસણ ભરે છે. જ્યારે બધુ પાણી નિકાળી દેવામાં આવે છે તો મહિલાઓ તેને ફરીથી ભરવાની રાહ જોવે છે. મહિલાઓની પાસે બે-બે વાસણ હોય છે, તેઓ પોતાના માથા પર રાખી ગામ તરફ પાછી વળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT