ચીનની કંપની હુવેઇ મંગળવારે દુનિયાનો પહેલો એવો ફોન લોન્ચ કરવા જઇ રહી છે જેની પાછળની સાઇડ 3 કેમેરા હશે. હુવેઇ પોતાનો પ્રીમિયમ ફોન P20 અને P20 Pro લોન્ચ કરી રહી છે. હુવેઇ P20 Proની પાછળ 3 કેમેરા છે. ઇન્ડિયન માર્કેટમાં હુવેઇના આ ફોન સેમસંગ ગેલેક્સી S9 અને બીજા પ્રીમિયમ સ્માર્ટફોનને જોરદાર ટક્કર આપશે. P20 Pro ના રિયરમાં 3 કેમેરા એનું સૌથી મોટું આકર્ષણ છે. આ કેમેરો Leica લેંસથી પાવર્ડ છે. આ ફોનમાં 20 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર 40 મેગાપિક્સેલ RGB સેન્સર અને 8 મેગાપિક્સેલનો ટેલીફોટો સેન્સર છે.
હુવેઇ P20 Pro 960 ફ્રેમ પ્રતિ સેકેન્ડના હિસાબથી સ્લો મોશન વીડિયોને શૂટ કરે છે. સ્માર્ટફોનમાં 6 ઇંચની ફુલ HD+ OLED સ્ક્રીન છે. P20 Pro લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 8.0 ઓરિયો પર ચાલશે. સેલ્ફીનો શોખ રાખનાર લોકો માટે આ ફોન ખાસ છે. આ ફોનના ફ્રંટમાં 24 મેગાપિક્સેલનો કેમેરો છે. સાથે એમાં બ્યૂટિફિકેશન 3D લાઇટિંગ અને Bokesh જેવા અલગ અલગ મોડ છે. હુવેઇ P20 Pro કંપનીના પોતાના Kirin 970 ઓક્ટા કોર પ્રોસેસ પર ચાલે છે. આ ફોનમાં 6GBની રેમ છે. જે ભારેમાં ભારે એપ્લીકેશનને ચલાવવામાં સક્ષમ છે.
ફોનમાં 4 000mAhની બેટરી જોરદાર છે. જ્યારે સેમસંગ ગેલેક્સી s9 પ્લસમાં 3 500 mAhની બેટરી છે. 128GB ની ઇબિલ્ટ સ્ટોરેજ છે.