બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 11:33 PM, 17 February 2021
ADVERTISEMENT
દેશમાં આજે પહેલી વાર એવું બન્યું કે પેટ્રોલની કિંમતોએ 100 રૂપિયાના માર્કને પાર કરી લીધું છે, પણ સરકાર દ્વારા કોઈ રાહતની વાત કરવાને બદલે એવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ કોઈ અન્ય બળતણ દેશમાં કેવી રીતે લાવવું. હાલમાં દેશમાં ઇલેક્ટ્રિક કાર આવી રહી છે, પરંતુ તેની કિંમત હજુ સુધી સામાન્ય માણસની પહોંચની બહાર છે.
'દેશને હવે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પની જરૂર છે' : ગડકરી
ADVERTISEMENT
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે 'હું સૂચન કરું છું કે આ સમય છે જ્યારે દેશને વૈકલ્પિક બળતણ તરફ આગળ વધવું જોઈએ. હું પહેલેથી જ ઈંધણ તરીકે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યો છું, કારણ કે ભારતમાં સરપ્લસ વીજળી છે. '
'81 ટકા લિથિયમ આયન બેટરી ભારતમાં બનાવવામાં આવે છે'
કેન્દ્રીય મંત્રીએ આજે કહ્યું હતું કે 'હાલમાં ભારતમાં 81 ટકા લિથિયમ આયન-બેટરી બની રહી છે, આજે મારા મંત્રાલયે લિથિયમ આયન બેટરી વાળા વિકલ્પની દિશામાં પણ કામ શરૂ કરી દીધું છે, તમામ સંબંધિત લેબ્સ રિસર્ચ માટે રોકાયેલી છે. સાથે જ અમે હવે હાઇડ્રોજન ફ્યુલ સેલ પણ વિકસાવી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે 'અમે હાલમાં Fossil Fuels (પેટ્રોલિયમ, કોલસો, કુદરતી ગેસ, ઓઇલ શેલ) ના વિકલ્પો તૈયાર કરવામાં રોકાયેલા છીએ, જે આ સમયે દેશ માટે ખૂબ જરૂરી છે'.
70 ટકા ઈંધણ ભારતમાં બહારથી આયાત કરવામાં આવે છે
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે 'સમસ્યા એ છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અશમિજન્ય બળતણની (પેટ્રોલિયમ, કોલસો વગેરે) કિંમતોમાં ઘણો વધારો થયો છે. અને ભારત આ બળતણનો 70 ટકા આયાત કરે છે.' આ સમયે દેશમાં 8 લાખ કરોડ રૂપિયાની કિંમતનું ઈંધણ આયાત કરવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે તેમણે તાજેતરમાં જ બાયો-સીએનજી સંચાલિત ટ્રેક્ટર લોન્ચ કર્યું છે, આ બળતણ પરાલી, શેરડીની ખોઈમાંથી બનાવવામાં આવ્યું છે.
પેટ્રોલની કિંમતો 100 રૂપિયાને પાર પહોંચી
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત 9મા દિવસે વધારો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ હવે લિટરદીઠ 90 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા મોંઘું થઈને 89.54 રૂપિયા થઈ ગયું છે, જે આજ સુધીનો સૌથી ઊંચો ભાવ છે. ડીઝલ પણ પ્રતિ લીટર 80 રૂપિયાની નજીક પહોંચી ગયું છે, આવતીકાલે આ કિંમતોમાં વધારો થઈ શકે છે અને તે 80 રૂપિયાને પાર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.