બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / નોકરી માટે રેલિંગ તોડ પડાપડીનું સત્ય શું? માત્ર ઉંચા પગારનો મોહ કે નોકરીનો અભાવ?

મહામંથન / નોકરી માટે રેલિંગ તોડ પડાપડીનું સત્ય શું? માત્ર ઉંચા પગારનો મોહ કે નોકરીનો અભાવ?

Last Updated: 09:10 PM, 11 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી ગંભીર છે તેની સાક્ષી પૂરતી ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામે આવી .અહીં માત્ર 42 જગ્યાઓ માટેના વોક ઇન ઇન્ટરવ્યૂમાં 1800 ઉમેદવારો ઉમટી પડ્યા હતા.. ભીડ એટલી વધી ગઇ હતી કે ધક્કા મુક્કી સર્જાતા રેલિંગ તૂટી ગઇ હતી.

અંકલેશ્વરનો વાયરલ વીડિયો હાલ ચારે તરફ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.. કંપનીમાં નોકરી માટે જૂજ જગ્યાઓ હતી અને હજારો લોકો આવ્યા હતા.. જ્યાં ઈન્ટરવ્યૂ હતો ત્યાં મોટી ભીડ જમા થઈ અને આ ભીડ એટલી વધી કે ઈન્ટરવ્યૂ માટે પડાપડી થઈ ગઈ, , ધક્કામુક્કી એટલી વધી કે ઈન્ટરવ્યૂ સ્થળે રેલિંગ હતી તે પણ તૂટી ગઈ. કેનેડામાં ભારતીયો નોકરી માટે લાઈનમાં ઉભા હતા, બિલકુલ તેવા જ દ્રશ્યો જોવા મળ્યા. ચાલો વિગતે જોઇએ કે શું હતી ઘટના

શું હતી સમગ્ર ઘટના ?

અંકલેશ્વરની થર્મેક્સ કેમિકલ કંપનીમાં વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરાયુ હતું.. કંપનીએ સમાચારપત્રમાં જાહેરાત આપી અને યોગ્ય ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. લગભગ 42 જેટલી જગ્યા ભરવાની હતી પરંતુ ઇન્ટરવ્યૂ માટે 1800 જેટલા ઉમેદવાર ઉમટી પડ્યા હતા.

પરિણામ એ આવ્યું કે જે હોટલમાં ઈન્ટરવ્યૂનું આયોજન હતું ત્યાં અવ્યવસ્થા ઉભી થઈ ગઇ .. ઉમેદવારો રેલિંગ ઉપર ઉભા રહી ગયા હતા, પરંતુ ધક્કામુક્કી એટલી થઇ કે રેલિંગ તૂટી ગઇ અને ઉમેદવારો નીચે પટકાયા હતા. કંપનીના જવાબદારોએ આ ઘટના અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. હોટલ મેનેજરે કહ્યું કે આયોજન કંપનીનું હતું અમે તો માત્ર જગ્યા આપી હતી..

પોસ્ટ અને લાયકાત શું હતી?

શિફ્ટ ઈન્ચાર્જ

B.E. કેમિકલ

6-10 વર્ષનો અનુભવ

પ્લાન્ટ ઓપરેટર

ITI-AOCP

3-8 વર્ષનો અનુભવ

DCS સુપરવાઈઝર

B.Sc, M.Sc, ડિપ્લોમા કેમિકલ

4-8 વર્ષનો અનુભવ

ફિટર-મિકેનિકલ

ITI- ફિટર

3-8 વર્ષનો અનુભવ

એક્ઝિક્યુટીવ-ETP

B.Sc, M.Sc

4-7 વર્ષનો અનુભવ

ભરૂચ જિલ્લામાં GIDCમાં રોજગારીની સ્થિતિ

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયામાં 3 હજાર એકમ કાર્યરત હતા, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં અંદાજે 300 એકમ બંધ થયા છે. 300 એકમ બંધ થતા લગભગ 12 હજાર જેટલા કર્મચારી બેરોજગાર થયા છે. હાલ 2650 જેટલા એકમ કાર્યરત છે.. આ 2650 એકમમાંથી 55 થી 60 હજાર લોકોને રોજગારી મળે છે. દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં 200 જેટલા એકમ કાર્યરત છે. દહેજ અને સાયખા GIDCમાં 35 હજાર જેટલા કર્મચારીને રોજગારી મળે છે.

PROMOTIONAL 11

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interview Mahamanthan unemployment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ