તો આ કારણથી સવારે બાઇક સ્ટાર્ટ થતા લાગે છે વાર

By : krupamehta 11:08 AM, 22 February 2019 | Updated : 11:08 AM, 22 February 2019
મોટાભાગે તમે જોયું હશે તો જ્યારે પણ તમે સવારના સમયે તમારું બાઇક ચાલુ કરવાનો પ્રયત્ન કરો છો તો બાઇક તરત સ્ટાર્ટ થતું નથી અને એવામાં તમારે બાઇકમાં ઘણા સમય સુધી સેલ્ફ સ્ટાર્ટ લેવો પડે છે અને કિક પણ મારવી પડે છે. આ સમસ્યા ઠંડીની સિઝનમાં તો વધારે વધી જાય છે. એવામાં આજે અમે તમને જણાવીએ છીએ કે તમે કેવી રીતે આ સમસ્યાથી બચી શકો છો 

આ કારણથી બાઇક સ્ટાર્ટ થવામાં લાગે છે વાર 

તમે જોયું હશે કે જ્યારે પણ રાતે ઘરની બહાર બાઇક પાર્ક કરો છો તો બીજા દિવસે બાઇક સ્ટાર્ટ કરવામાં સમસ્યા થાય છે. આવું ઠંડીના કારણે થાય છે. વાસ્તવમાં ઠંડીના કારણે બાઇકના એન્જીનનું ઓઇલ જામ થઇ જાય છે અને બાઇક સ્ટાર્ટ થવામાં સમય લે છે. જો તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો તમારે અમારા જણાવેલા કામ કરવા પડશે. 

જો તમારે સવારના સમયે તરત જ પોતાનું બાઇક સ્ટાર્ટ કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા તમારે તમારા બાઇકને ખુલ્લામાં પાર્ક કરવું જોઇએ નહીં. સાથે જ જો તમે ખુલ્લામાં બાઇક પાર્ક કરી રહ્યા છો તો બાઇકને કવર કરીને રાખવું જોઇએ. એની સાથે જ સમયસર બાઇકનું ઓઇલ ચેન્જ કરાવવું જોઇએ. જેના કારણે બાઇકનું ઓઇલ જામ થઇ જાય નહીં.Recent Story

Popular Story