...તો આ કારણથી ભગવાન ગણપતિએ ધારણ કર્યો આ અવતાર

By : vishal 07:34 PM, 04 December 2018 | Updated : 07:34 PM, 04 December 2018
માન્યતા છે કે જ્યારે જ્યારે ભક્તો પર ભીડ પડે છે કે પૃથ્વી પર આસુરી વૃત્તી વધી જાય છે ત્યારે અસુરોનો સંહાર કરવા તેમજ તેમને મુક્તી અપાવવા ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. મોટા ભાગના રૂપો ભગવાને રાક્ષસના વધ કરવામાટે ધારણ કરેલ હોય છે. 

આવું જ એક વિશેષ રૂપ ભગવાન શ્રી ગણેશે ધારણ કર્યુ હતુ. કહેવાય છે કે નાનપણથી જ રાક્ષસોનો વધ કરીને અસુરોને મુક્તિ અપાવી હતી. આસુરી શકિતઓને નાથવા અને તેમના વધતા પ્રકોપને રોકવા ભગવાન ગણેશજીએ લોકોને સંકટમાંથી મુક્તી અપાવવા કેટલાક અવતાર ધારણ કર્યા હતા.

હિન્દુ ધર્મ અને શાસ્ત્ર ગણેશ પુરાણ, મુદ્રલ પુરાણ અને ગણેશ અંકમાં ભગવાન ગણેશના અવતારોનું વર્ણન મળે છે. આ સિવાય કેટલાક બીજા ગ્રંથોમાં પણ ગણેશજીના અવતાર અંગે દર્શાવવામાં આવેલ છે. 

કેટલાક લોકપ્રીય અવતાર એટલે વિનાયક, ગજાનન, ગણેશ, લંબોદર, એકદંત, વક્રતુન્ડ, વિધ્નરાજ, ભાલચંદ્ર, ગણઘિપ, હેરંબ, કૃષ્ણપિંગાક્ષ, આખુરધ, ગૌરી પુત્ર અને વિકટ તરીકે જાણીતા છે.

પુરાણો અનુસાર ભગવાન ગણેશને કામાસુરના અહંકારને ખતમ કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. પ્રચલિત પૌરાણિક કથા અનુસાર કામા અસુરને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. 

જ્યારે ભગવાન વિષ્ણુ જાલંધરના વધ માટે વૃંદાનું તપ નષ્ટ કરી પહોંચ્યા ત્યારે તેમના શુક્રથી અત્યંત તેજસ્વી અસુરનો જન્મ થયો. કામાગ્નિથી ઉત્પન્ન થનારા આ અસુરનું નામ કામાસુર પડ્યુ. 

કામાસુરે દૈત્યગુરૂ શુક્રાચાર્યની પાસેથી શિક્ષા ધારણ કરી. બ્રહ્માન્ડ પર વિજય કરવા નિકળી પડ્યો. દૈત્યગુરૂ શુક્રાચાર્યએ કામાસુરની ભક્તિથી પ્રસન્ન થઈને વિજય માટે ભગવાન શિવની સાધના કરવાનું જણાવ્યુ. 

ત્યારબાદ કામાસુરે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્રનો જાપ કરી કઠોર પરિશ્રમ કર્યો. કામાસુરે અન્નજળનો ત્યાગ કરીને તેના શરીરને જીર્ણ ક્ષીણ કરી નાંખ્યુ. તેની તપસ્યાથી ખુશ થઈને શિવજીએ પ્રકટ થઈને વરદાન માંગવાનું કહ્યુ. તેણે બ્રહ્માંડનો સ્વામી, શિવભક્તિ અને મૃત્યુંજયી થવાનું વરદાન માંગ્યુ. 

વરદાન મળતા જ અહંકારમાં ચકનાચુર થઈને આ અસુરે પૃથ્વીના સમસ્ત રાજાઓને પરાજીત કરી સ્વર્ગ પર પણ કબજો જમાવ્યો. ત્યારે મહર્ષિ મુદ્રલે માર્ગદર્શક બની તમામ દેવતાઓને ગણેશજીની ઉપાસના કરવાનું જણાવ્યુ. દેવતાઓએ કામાસુરથી મુક્તિ મેળવવા ભગવાન ગણેશજીનું તપ કર્યુ. 

ગણેશજી તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને વિકટ અવતાર રૂપ ધારણ કરી પ્રગટ થયા. મયુર પર બીરાજમાન વિકટે તમામ દેવી દેવતાઓને સાથે રાખીને કામાસુરનો વધ કર્યો. આ ધમાસાણ યુદ્ધમાં કામાસુરના બંને પુત્રોનો પણ નાશ થયો.Recent Story

Popular Story