બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Extra / તમારા કામનું / આ છે વિશ્વની સૌથી વધારે જોવાયેલી તસવીર, જેની પાછળનું કારણ છે ચોંકાવનારું

OMG! / આ છે વિશ્વની સૌથી વધારે જોવાયેલી તસવીર, જેની પાછળનું કારણ છે ચોંકાવનારું

Last Updated: 05:26 PM, 30 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સ્માર્ટફોન દરેકના હાથમાં આવી ગયો હોવાથી દરરોજ નવા નવા સેંકડો ફોટો પડી રહ્યા છે. પરંતુ તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ વખત જોવાઈ ચુક્યો હોય તે ફોટો કયો છે?

સોશિયલ મીડિયાના આ દૌરમાં લોકોને ફોટો પડાવવાનો ખૂબ શોખ છે. અને આ ફોટો શેર કરવાનો પણ. લોકો જ્યારે ક્યાંય ફરવા જાય ત્યારે પણ ત્યાં વીડિયો અને ફોટો પડાવવામાં ધ્યાન ખૂબ આપે છે. આજે આપણે એક એવા ફોટો વિશે વાત કરીશું જે અત્યાર સુધી દુનિયાભરમાં સૌથી વધુ વખત જોવાયો છે.

લોકોને જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી વધુ કયો ફોટો લોકો દ્વારા જોવામાં આવ્યો હશે. ત્યારે જવાબ લિયોનાર્ડો ધ વિન્ચી કે પછી પિકાઓની પેઇન્ટિંગ હોય શકે છે. પરંતુ એવું નથી. સૌથી વધુ વખત જૉવાયેલી તસવીર બીજી જ કોઈ છે.

વધુ વાંચો : શોપિંગ કરતી વખતે કરેલી આ ભૂલો ભારે પડશે, અપનાવો આ ટિપ્સ નહીં તો ખિસ્સા ખાલી

દુનિયામાં સૌથી વધુ તસવીર કોઈ જોવાઈ હોય તો તે છે વિંડોની XP વર્ઝન પર દેખાતી તસવીર છે. વર્ષ 2001 થી 2007ની વચ્ચે આ તસવીર વોલપેપર ડેસ્કટોપના વિંડોની XP સૌથી વધુ વખત જોવાઇ છે. ત્યાર બાદ પણ તે બરકરાર રહી હતી. લોકોને એવું જ લાગતું હતું કે આ ફોટો નકલી છે. આવી કોઈ જગ્યા દુનિયામાં નથી તેને કોમ્પ્યુટરની મદદથી બનાવવામાં આવી છે. પણ એવું નથી આ ફોટો અસલી છે.

વાદળી આકાશ અને દૂર સુધી દેખાતા ઘાસવાળી આ તસવીર કૈલિફોર્નિયાના સોનોમા વિસ્તારની છે. આ તસવીર ફોટોગ્રાફર ચાર્લ્સ ઓરિયર દ્વારા વર્ષ 1996માં પાડવામાં આવી હતી. જે બપોરના  સમયે લેવામાં આવી હતી. જ્યારે તે પોતાની ગર્લફ્રેન્ડને મળવા જતો હતો ત્યારે ફોટો પાડ્યો હતો. તેમને ખબર નહતી કે તસવીર આટલી પોપ્યુલર થશે. પછી આ ફોટોને માઈક્રોસોફ્ટે પોતાની વિંડો XP એડિશનના વોલપેપરમાં રજૂ કર્યો હતો. જેના રંગોને ઉભારવા ફ્યૂઝી ફિલ્મનો ઉપયોગ કરાયો હતો.

PROMOTIONAL 9

ઉલ્લેખનીય છે કે, આ ફોટોને વર્ષ 2014માં માઈક્રોસોફ્ટે પોતાના વિંડો ડેટામાંથી હટાવી દીધો હતો. જ્યારે તે હટાવવામાં આવ્યો ત્યારે તે 30 કરોડ કોમ્પ્યુટરમાં ઉપયોગ થતો હતો. અત્યારે માત્ર 0.1 ટકા લોકો જ તેનો ઉપયોગ કરે છે. એક રિપોર્ટ મુજબ આ 0.1 યુઝર્સમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Photos Microsoft Wallpaper
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ