બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / This is India's big mistake Ricky Ponting question to Team India as Ashwin is not in playing eleven

WTC ફાઇનલ / 'ભારતની આ મોટી ભૂલ', પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડી ન દેખાતા રિકી પોન્ટિંગનો ટીમ ઇન્ડિયાને સવાલ

Megha

Last Updated: 10:43 AM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં અશ્વિનને જગ્યા નથી આપી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગે આ નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે.

  • રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં અશ્વિનને જગ્યા નથી આપી
  • રિકી પોન્ટિંગે આ નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે
  • રોહિત શર્માએ 4 ફાસ્ટ બોલરોને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. નોંધનીય છે કે આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવના રૂપમાં ચાર ઝડપી બોલરોને ટીમમાં સામેલ કર્યા છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજા તરીકે માત્ર એક સ્પિનરને પસંદ કર્યો છે અને અશ્વિનને જગ્યા નથી આપી. હવે વાત એમ છે કે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગે આ નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે. 

રોહિત શર્માએ 4 ફાસ્ટ બોલરોને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો પણ પ્રથમ દિવસની રમતના અંત સુધી ઝડપી બોલરો બહુ અસરકારક દેખાતા ન હતા. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટે 327 રન બનાવ્યા હતા. દરમિયાન ICC સાથે વાત કરતા રિકી પોન્ટિંગે કહ્યું કે અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવો એ ભારતની ભૂલ હતી. 

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ કહ્યું, “જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ ઓવલની આ પીચ બદલાઈ જશે. ઓસ્ટ્રેલિયાની લાઇનઅપમાં ઘણા ડાબા હાથના બેટ્સમેન છે, જને રવિ અશ્વિન આઉટ કરી શક્યો હોત. મને લાગે છે કે આ ભારતની ભૂલ હતી."

મેચમાં પહેલા દિવસની સ્થિતિ કેવી રહી?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ સિરાજે ચોથી ઓવરના ચોથા બોલ પર પહેલી વિકેટ મેળવી હતી. આ પછી 22મી ઓવરના ચોથા બોલ પર બીજો ઓપનર વોર્નર 43 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. શાર્દુલ ઠાકુરે વિકેટ લીધી હતી. 

ત્યારબાદ બીજા સેશનના પ્રથમ બોલ પર માર્નસ લાબુશેન 26 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ બોલ્ડ કર્યો હતો. આ પછી ચોથા અને પાંચમા નંબર પર બેટિંગ કરતી વખતે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે ચોથી વિકેટ માટે અણનમ 251 રનની ભાગીદારી કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ravichandran Ashwin WTC 2023 WTC 2023 final WTC Final IND vs AUS ricky ponting રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ WTC 2023 final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ