બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 PM, 18 July 2024
ચાંદીપુરા વાયરસ અત્યાર સુધી રાજ્યમાં 15 જેટલા બાળકોનો ભોગ લઇ ચૂક્યો છે.. જેને લઇને ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હવે આની સામે એક્શનમાં આવ્યું છે.. આજે અમે તમને એ માખી બતાવીશું જેના કરડવાથી આ બીમારી થાય છે. તો ચાલો સૌથી પહેલા એ વીડિયો જોઇએ.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસની માખી એટલે કે સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુ કાચી કે પાકી દિવાલ હોય અને જ્યાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં જોવા મળે છે. કાચી-પાકી દિવાલમાં તિરાડ કે છિદ્ર હોય ત્યાં સેન્ડ ફ્લાય રહે છે. નરી આંખે આપણને જે માખી દેખાય છે તેના કરતા સેન્ડ ફ્લાય ચાર ગણી નાની હોય છે. ચાલો આ માખી કેવી દેખાય છે તે વીડિયોમાં જોઇએ
ADVERTISEMENT
હવે આપણે એ પણ સમજીએ કે સેન્ડ ફ્લાય કેવી રીતે જન્મ લે છે. સેન્ડ ફ્લાયની ઉત્પતિ માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે તે તો આપણે જાણ્યું ત્યારે તેની ઉત્પતિ માટે ગીચ ઝાડી વાળો વિસ્તાર હોવો જરૂરી છે. નર અને માદા માખી ગીચ ઝાડીમાં વિકસે છે. સેન્ડ ફ્લાય સવાર-સાંજ સક્રિય રહી શકે છે. દરેક માદા સરેરાશ 30 થી 70 ઈંડા મુકે છે. જો કે તેની આવરદાનો ગાળો અસ્પષ્ટ છે. કારણ કે ઘણા ઈંડા પ્રતિકૂળ વાતાવરણમાં નાશ પામે છે. જે ઈંડા ટકી રહે છે તેના સેવનનું કામ 20 દિવસ સુધી ચાલે છે. આ તબક્કો અવિક્સિત તબક્કો કહેવાય છે. લગભગ એક મહિનાનો સમય વીતે પછી ખોરાક તરીકે વનસ્પતિ લેવાનું શરૂ થાય છે. શિયાળાની સિઝન આવે ત્યાં સુધીમાં ઘણા ઈંડા નાશ પામતા હોય છે. આદર્શ રીતે જોઈએ તો એક અઠવાડિયાથી 13 દિવસની અંદર ઈંડા સંપૂર્ણપણે વિકસી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.