This is how a Russian plane attacked an American drone over the Black Sea
તણાવભરી સ્થિતિ /
VIDEO : કાળા સમુદ્ર ઉપર રશિયાના વિમાને અમેરિકી ડ્રોન પર આવી રીતે હુમલો કર્યો, USએ વીડિયો બહાર પાડ્યો
Team VTV10:11 PM, 16 Mar 23
| Updated: 10:13 PM, 16 Mar 23
કાળા સાગરમાં અમેરિકન ડ્રોન અને રશિયન ફાઈટર જેટ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં રશિયન જેટે અમેરિકન ડ્રોન પર હુમલો કર્યા બાદ બને વચ્ચે તણાવભરી સ્થિતિ વધી છે.
કાળા સાગરમાં અમેરિકન ડ્રોન અને રશિયન ફાઈટર જેટ વચ્ચે ટક્કર
રશિયન જેટે અમેરિકન ડ્રોન પર હુમલો કર્યો
ફાઈટર જેટ અને ડ્રોન વચ્ચેના મુકાબલાને લઈને બને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ વધી
કાળા સાગરમાં અમેરિકન ડ્રોન અને રશિયન ફાઈટર જેટ વચ્ચેની ટક્કરનો વીડિયો અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રશિયન જેટે અમેરિકન ડ્રોન પર હુમલો કર્યો હતો તે અંગેની માહિતી સાથેનો 42 સેકન્ડના આ વીડિયોમાં ઘટનાક્રમ દર્શાવવામાં આવી રહ્યો છે. ફાઈટર જેટ અને ડ્રોન વચ્ચેના મુકાબલાને લઈને બને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિમાં વધારો નોંધાયો છે. યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા રશિયા અગાઉ જ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.
આ વીડિયો કાળા સાગર એરસ્પેસનો છે. જેમાં ડિફેન્સ મિનિસ્ટ્રીના હેડક્વાર્ટર પેટાગન દ્વારા જણાવાયા અનુસાર યુએસ MQ-9 ડ્રોનની પાછળથી રશિયન Su-27 આવતું હોવાનું સામે આવતા તાત્કાલિક ઇંધણ છોડાયું હતું. ત્યારબાદ રશિયન જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે ઘર્ષણ થયું હતું. યુએસ યુરોપિયન કમાન્ડે ટ્વીટ કરી કહ્યું કે "બે રશિયન Su-27s એ 14 માર્ચે કાળા સમુદ્રના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર પર હિલચાલ કરતા યુએસ એરફોર્સના ડ્રોન Mq-9ને અટકાવ્યું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સે દાવો કર્યો હતો સર્વેલન્સ અને રિકોનિસન્સ મિશન દરમિયાન રશિયન Su-27 ફાઇટર જેટે રીપર ડ્રોનને તોડી પાડ્યું હતું. જેને પગલે અમેરિકન ઓપરેટરોને કાળા સમુદ્ર તરફ વાળવાની નોબત આવી હતી. જો કે રશિયાએ આ નકારી કાઢ્યું હતું. બીજી તરફ રશિયાએ ડ્રોન દ્વારા ઘૂસણખોરીનો આક્ષેપ કર્યો હતો અને જેટ્સે સંપર્ક ન કર્યો હોવાનો દાવો કર્યો હતો.