This is called a true messiah, this young man from Gandhidham has saved 22 lives from the clutches of Yamraj so far, congra
માનવતા મહેંકાવી /
આને કહેવાય સાચો મસીહા, ગાંધીધામના આ યુવકે યમરાજની ચુંગાલમાંથી અત્યાર સુધી બચાવી 22 જીંદગીઓ, સેવા જોઈ શાબાશી આપશો
Team VTV07:17 PM, 03 Feb 23
| Updated: 07:18 PM, 03 Feb 23
આજના સમયમાં અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ગાંધીધામનો યુવક અકસ્માતમાં ઘાયલ થતાં લોકોને બચાવી કાયમ કરી રહ્યો છે માનવતાની મિસાલ.
યમરાજના હાથમાંથી બચાવી માનવીય જીંદગી
ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મસીહા બન્યો
તાજેતરમાં જ સરકાર દ્વારા એવોર્ડ આપી સમ્માન કર્યું
અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દિપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મસીહાનું કામ કરી રહ્યો છે. યમરાજના હાથમાંથી બચાવી લે છે જીંદગી
પોતાનો કિંમતી સમય કે રોજીરોટીનીટ ચિંતા કર્યા વિના માત્રને માત્ર માનવતાને પ્રાધાન્ય આપ તો ગાંધીધામનો ૨૨ વર્ષીય વીરલો યુવાન મુકેશ ગઢવી અત્યાર સુધી ૨૨થી વધુ માનવીય જીંદગીને યમરાજના હાથમાંથી આબાદ બચાવી લીધી છે તેમ કહેવું જરાપણ ખોટું નથી. ગેરેજમાં કામ કરી પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે
પંચરંગી શહેર ગાંધીધામની એક ગેરેજમાં કામકરીને રોજનું પેટીયું રળતો મુકેશ પોતાના પરીવારના પાલન પોષણની જવાબદારી નિભાવવાની સાથે અકસ્માતમાં ઘાયલ થતાં લોકો માટે માનવતાની મિસાલ કાયમ કરી રહ્યો છે. મધ્યમવર્ગીય પરીવારનો આ યુવાન કોઇ સવલતો કે નાણા ન હોવા છતાં પણ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચૂપચાપ કરી રહ્યો છે. લોકોને મદદ કરવા હંમેશા તત્પર
ભારતીય સંસ્કારને ઉજાગર કરતો મુકેશ ગઢવી જણાવે કે, ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર માનવ જાતના કલ્યાણના કામની વાત છે. ત્યારે મારાથી બનતી મદદ અને સેવા હું કરવાનો પ્રયત્ન કરૂ છું. મારી પાસે નાણા કે અન્ય કોઇ માધ્યમ નથી કે હું મોટા સેવાકાર્યો કરી શકું પરંતુ સમયદાનથી કોઇને મદદ કરી શકું તો પણ આ દુનિયામાં આવવાનો મારો ફેરો સફળ થશે. બસ આજ, વિચાર સાથે હું ગાંધીધામ કે આસપાસના વિસ્તારમાં કયાંય પણ અકસ્માત થાય તો સમાચાર મળતા જ તરત જ દોડી જઇને પ્રથમ કામ તેઓને હોસ્પિટલ પહોંચાડવાનું કરૂ છું. સમયસર હોસ્પિટલ પહોંચાડી લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડે
દિવસના ગેરેજમાં કામ કરવા સમયે પણ જો સમાચાર આવે તો પણ કામ છોડીને પ્રથમ ઘાયલોને મદદરૂપ બનવાનું કામ કરૂ છું. આ કામમાં મારા ગેરેજ માલિક પણ મને સહકાર આપે છે, આ સાથે સામાજિક સંસ્થાની એમ્બયુલન્સને મદદમાં લઇને આ કામગીરી કરૂ છું. અત્યાર સુધી ૨૨થી વધુ માનવ જીદંગીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને યમરાજના હાથમાંથી પાછી લાવી છે. જેનો મને સંતોષ છે. તાજેતરમાં જ સરકાર દ્વારા એવોર્ડ આપી સમ્માન કરાયું
મુકેશ ગઢવીની આ કામગીરીની નોંધ સરકારે લઇને તાજેતરમાં તેને '' ગુડ સમરીટન એવોર્ડ'' એનાયત કરીને જિલ્લાકક્ષાએ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં પણ મહેશે રાત-દિવસ સેવાકાર્યો કરીને ૮૦થી વધુ કોરોનાગ્રસ્ત મૃતકોને અગ્નિદાહ આપ્યા હતા. આવા યુવાનો થકી જ માનવતા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર સમાજ અને વિશ્વમાં કાયમ છે અને સૌને પ્રેરિત કરે છે.