બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / આરોગ્ય / This is a superfood for diabetics, don't forget to take it home from the office

જાણવુ જરૂરી / ડાયાબિટિસના દર્દીઓ માટે આ છે સુપરફૂડ, ઓફિસથી ઘરે જતા ભૂલ્યા વગર લેતા જજો

Premal

Last Updated: 05:21 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને ડાયાબિટિસ છે, તો તમારે તમારા ડોક્ટરની સલાહ પર મીઠાં ફળોથી દૂર રહેવું પડશે અને તમારી ભૂખને શાંત કરવા સાથે આવશ્યક વિટામિન્સથી ભરપૂર વિકલ્પો શોધવા પડશે. તાજેતરના કેટલાક અભ્યાસો સૂચવે છે કે સ્ટ્રોબેરી તમારા માટે એક સુપરફૂડ સાબિત થઈ શકે છે, જે તમારા બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવાની સાથે સાથે તમારા શુગર ક્રેવિંગને પણ સંતોષી શકે છે.

  • શું તમે ડાયાબિટીસના દર્દી છો? તો કરો આ સુપરફૂડનું સેવન
  • તમારા બ્લડ શુગરને રાખશે નિયંત્રિત, શુગર ક્રેવિગને પણ સંતોષશે
  • સ્ટ્રોબેરી વિટામિન સી અને મેગ્નેશિયમથી ભરપૂર

સ્ટ્રોબેરીના ગુણધર્મો

સ્ટ્રોબેરી વિટામિન સી અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને વિટામિન સી એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે ડાયાબિટીસ સાથે સંકળાયેલી ગૂંચવણોને ઘટાડવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ ઇન્સ્યુલિન પ્રતિકાર સુધારે છે અને ડાયાબિટિસને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સ્ટ્રોબેરી એ ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે શુગરનું શોષણ ધીમું પાડે છે અને બ્લડ શુગર લેવલ સુધારે છે અને સંતોષની લાગણી પેદા કરે છે.

જ્યારે કાર્બોહાઇડ્રેટ્સની વાત આવે છે, ત્યારે એક કપ સ્ટ્રોબેરીમાં સાતથી આઠ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે અને તે ૩૫થી ૪૦ કેલરી પૂરી પાડે છે, તેથી તે લો ગ્લાયકેમિક ફળ તરીકે પણ ઓળખાય છે અને ડાયાબિટિસના દર્દીઓ માટે તેની ભલામણ કરવામાં આવે છે. જો તમે ભોજન ખાધા પછી મીઠાઈના શોખીન છો તો સ્ટ્રોબેરીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે દરરોજ એક કપ અથવા ૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરીનો રસ પણ પી શકો છો.

ખાતી વખતે આ વાતનું ધ્યાન રાખો

ભલે સ્ટ્રોબેરી એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને તેને ડાયાબિટીસ માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને દિવસના કોઈપણ સમયે અથવા કોઈપણ માત્રામાં ખાઈ શકાય છે. સ્ટ્રોબેરી પોલીફેનોલ્સ નામના એન્ટી-ઓક્સિડન્ટથી સમૃદ્ધ છે, જે રોગો સામે લડવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. એવો કોઈ ખોરાક નથી જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકે. તમારા આહારમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સની માત્રા આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, એવું માનવું કે સ્ટ્રોબેરી એક લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફળ છે અને તેને વધુ માત્રામાં ખાવાથી શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે, તો તમે ખોટા છો. સામાન્ય રીતે દિવસ દરમિયાન અથવા સાંજે ચારથી પાંચ સ્ટ્રોબેરી જ ખાવી જોઇએ.

સ્ટ્રોબેરીના અન્ય ફાયદા

આ સિવાય સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે તમારા પાચનતંત્રના કાર્યને જાળવવામાં તેમજ પોષક તત્ત્વની ઉણપને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ટ્રોબેરીમાં હાજર એન્થોકયાનિન ટાઇપ-ટુ ડાયાબિટીસમાં બળતરા, તણાવ અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે. ૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરીમાં ૩૬ કેલરી અને ૦.૭ ગ્રામ પ્રોટીન હોય છે. સ્ટ્રોબેરીમાં હાજર મિનરલ્સ ટાઈપ-ટુ ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતી પોષણની ઉણપને દૂર કરવામાં અસરકારક છે. તેમાં હાજર ફાઇબર પેટની સમસ્યાથી પીડિત લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Stomach Problem Strawberry Super Food diabetes Diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ