બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ છે ગજબ સ્કીમ, જેમાં રોકાણ કરવા પર મળશે તગડું રિટર્ન

કામની વાત / પોસ્ટ ઓફિસની આ છે ગજબ સ્કીમ, જેમાં રોકાણ કરવા પર મળશે તગડું રિટર્ન

Last Updated: 02:53 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની બચત યોજનામાં પણ તગડું રિટર્ન મળે છે. જો તમે પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસ માત્ર પોસ્ટ સબંધિત સેવાઓ જ પુરી નથી પાડતી પણ નાણાકીય યોજનાઓ પણ ચલાવે છે. તેમાં વિવિધ બચત યોજના ચલાવવામાં આવે છે. તે પૈકીની એક છે ટાઇમ ડિપોઝિટ યોજના. જેમાં સારું રિટર્ન પણ મળે છે અને તમે રોકેલા પૈસા પણ સેફ રહે છે. આજે તેના ફાયદા અને પાત્રતા વિશે જાણીશું.

વધુ વાંચો : કઇ છે એ સરકારી યોજના? જેમાં રોકાણ કરતા જ તમારા પૈસા થઇ જશે ડબલ

ટાઇમ ડિપોઝિટ યોજનામાં કોઈ પણ ભારતીય ખાતુ ખોલાવી શકે છે. તેના માટે ઉંમર 10 વર્ષથી વધુની હોવી જરૂરી છે. સગીરનું ખાતું ખોલાવવા ગાર્ડિયનના નામની જરૂર પડે છે. આ સ્કીમમાં ત્રણ લોકોનું પણ જોઇન્ટ એકાઉન્ટ ખોલી શકાય છે.  તમને 7.5 ટકા વ્યાજ મળે છે. સાથે તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. ઇન્કમ ટેક્સ વિભાગના 1961 સેક્શન હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળે છે.

PROMOTIONAL 9

ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં પહેલા 7 ટકા વ્યાજ મળતું હતું. પરંતુ એપ્રિલ 2023માં તેનું વ્યાજ વધારીને 7.5 ટકા કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં તમે 1,2,3 અને 5 પાંચ વર્ષ માટે ખાતુ ખોલવી શકો છો. જેમાં 1 વર્ષમાં 6.9 ટકા, 2 અને 3 વર્ષ માટે 7 ટકા અને 5 વર્ષ માટે 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Government Schemes Post Office Time Deposit Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ