This Indian teenager won Time's first Children's Award, becoming the 'Kid of the Year' at just 15 years old.
કીર્તિમાન /
આ ભારતવંશી કિશોરીએ જીત્યો ટાઈમનો સૌ પહેલો ચિલ્ડ્રન એવોર્ડ, માત્ર 15 વર્ષની વયે બની 'કિડ ઓફ ધ યર'
Team VTV12:45 AM, 04 Dec 20
| Updated: 12:47 AM, 04 Dec 20
ઉભરતી વૈજ્ઞાનિક અને સંશોધક તરીકે ઓળખાતી પંદર વર્ષિય ગીતાંજલિ રાવે લગભગ પાંચ હજાર બાળકોને પાછળ છોડીને આ સન્માન પ્રાપ્ત કર્યું છે, આવું કીર્તિમાન બનાવવા વાળી તે હજુ પ્રથમ જ છે અને 'કિડ ઓફ ધ યર' બની છે.
ભારતવંશી ગીતાંજલિ રાવે જીત્યો એવોર્ડ
ટાઈમનો સૌ પહેલો 'કિડ ઓફ ધ યર' જીતનાર ટીનેજર બની
માત્ર 15ની વયે પાંચ હજાર બાળકોને પાછળ રાખીને જીત્યો ખિતાબ
ટાઇમ મેગેઝિને પ્રથમ વખત કોઈ બાળકને 'કિડ ઓફ ધ યર' નો ખિતાબ આપ્યો છે અને ભારતીય-અમેરિકન નાગરિક ગીતાંજલી રાવ ને વર્ષ 2020 માટે 'કિડ ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એક વૈજ્ઞાનિક અને રિસર્ચર તરીકે ઓળખાતી પંદર વર્ષની ગીતાંજલી રાવ એ લગભગ પાંચ હજાર બાળકોને હરાવીને આ ખિતાબ હાંસલ કર્યો છે.
એક વૈજ્ઞાનિક અને સંશોધક છે ગીતાંજલિ રાવ
સાયબર બુલિંગ સાથે વ્યવહાર કરવા માટે કોઈ એપ્લિકેશન ડિઝાઇન કરવાથી માંડીને ગીતાંજલી રાવ એ હવે પાણીની શુદ્ધતા તપાસવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર કામ કરી રહી છે. અને હજુ તેના પ્રમાણે તેના હજુ બીજા ઘણા સપનાઓ બાકી છે. એકેડમી એવોર્ડ વિજેતા એન્જેલીના જોલીએ ગીતાંજલી રાવ નો ઝૂમ ફોર ટાઇમ પર ઇન્ટરવ્યૂ લીધો. હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એન્જેલિના જોલી સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી ઉચ્ચ આયોગની એમ્બેસેડર પણ છે.
સાયબર બુલિંગ રોકવા માટે કરવામાં આવેલી શોધ વિશે વાત કરતાં ગીતાંજલી રાવ એ કહ્યું કે આ એક પ્રકારની સેવા છે, જેનું નામ કાઇન્ડલી રાખવામાં આવ્યું છે. આ એક એપ્લિકેશન અને ક્રોમ એક્સ્ટેંશન છે, જે શરૂઆતમાં સાયબર બુલિંગ ને પકડી શકે છે. આ કરવામાં AI તકનીકીની મદદ લેવામાં આવે છે. તેમણે કહ્યું કે મારો હેતુ ફક્ત મારું ઉપકરણ બનાવીને વિશ્વની સમસ્યાઓના નિવારણ સુધી મર્યાદિત નથી, પરંતુ હવે હું બીજાઓને પણ આવું કરવાની પ્રેરણા આપવા માંગુ છું.
માત્ર 10 વર્ષની વયે કાર્બન ટેકનોલોજી પર શરૂ કર્યું હતું કામ
એન્જેલીના જોલી ને તેની શોધ વિશે વાત કરતાં ગીતાંજલિએ કહ્યું કે જ્યારે હું 10 વર્ષની હતો ત્યારે મેં કાર્બન નેનોટ્યૂબ સેન્સર ટેક્નોલોજી પર સંશોધન કરવાનું વિચાર્યું હતું. આ પરિવર્તનની શરૂઆત હતી, જ્યારે કોઈ આ કાર્ય કરી રહ્યું નથી, તો પછી હું તે કરવા માંગું છું.
તેની શોધ વિશે વાત કરતાં, ગીતાંજલી રાવ એ કહ્યું કે તે એક એવી પ્રક્રિયા અપનાવે છે જેમાં પહેલા ઓબ્ઝર્વેશન આવે છે અને પછી તેના પર મંથન કરે છે, પછી હું તેના વિશે સંશોધન કરું છું અને પછી આગળનું કામ શરૂ થાય છે. તે પછી આની ચર્ચા કરવામાં આવે છે.