this government have to right to continue : cr patil on west bengal violence
નિવેદન /
કેન્દ્ર દખલ કરે, સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી : બંગાળમાં હિંસા મુદ્દે ભડક્યાં પાટિલ
Team VTV01:50 PM, 05 May 21
| Updated: 01:57 PM, 05 May 21
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાઑ વચ્ચે આજે ભાજપ દ્વારા આખા દેશમાં વિરોધ અને ધરણાં કરવામાં આવી રહ્યા છે.
હુમલાને લઇ સરકારને ચાલુ રહેવાનો અધિકાર નથીઃ પાટીલ
કેન્દ્રએ આ મામલે દખલગીરી કરવાની જરૂરઃ પાટીલ
ભાજપના કાર્યકરોને સુરક્ષા આપવા કરી માગ
આવી સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી : સી આર પાટિલ
સી આર પાટિલે કહ્યું કે ચૂંટણીઓ આવે અને જાય છે અને તેમાં હાર અને જીત થતી હોય છે પરંતુ બંગાળ વિશિષ્ટ પ્રકારનું રાજ્ય છે કે જ્યાં તેઓ હાર ખમી શકતા નથી. કોઈ પણ ભોગે જીતવા માટેના પ્રયાસોના કારણે ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ પર હુમલા કરવામાં આવે છે અને મર્ડર કરવામાં આવે છે અને ડરનો માહોલ બનાવીને જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભાજપના સેંકડો કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા છે.
તો કેન્દ્રએ દખલ કરવી જોઈએ : સી આર પાટિલ
સી આર પાટિલે કહ્યું કે હાલમાં ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ સુરક્ષિત નથી. આગેવાનો ઘરો અને ઓફિસોમાં હુમલા કરીને ખૂન કરવામાં આવ્યા છે અને આ લોકશાહીની પ્રક્રિયા નથી, આવી સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. તાત્કાલિક ભાજપના આગેવાનો સુરક્ષા આપવી જોઈએ અને જૉ ન કરે તો કેન્દ્ર સરકારે આ સરકારને બરતરફ કરવી જોઈએ. આખા દેશમાં અનેક ચૂંટણીઓ થાય છે પણ ચૂંટણી પરિણામો બાદ પણ ખૂન થાય તેવું પશ્ચિમ બંગાળમાં જ જોવા મળ્યું છે જે દેશ માટે અત્યંત ઘાતક છે.
બંગાળ 'બદલાપુર' બની ગયું
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં રવિવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને તે બાદથી જ રાજ્યમાં અશાંતિ ફેલાઈ છે. ભાજપ નેતાઑ દ્વારા સોશ્યલ મીડિયા પર ઘણા બધા વીડિયો મૂકવામાં આવ્યા છે જેમાં ગુંડાઓ દ્વારા ભાજપના આગેવાનો પર હુમલા થતાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોની રાજકીય હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે જેપી નડડા પણ પીડિત પરિવારને બંગાળમાં મળવા પહોંચ્યા હતા. આજે ભાજપ નેતાઑ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.