બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આ દવા સ્ટ્રોકની સારવારમાં બની શકે છે અસરકારક, આ સ્ટડીથી દર્દીઓને જાગી આશા

હેલ્થ ટિપ્સ / આ દવા સ્ટ્રોકની સારવારમાં બની શકે છે અસરકારક, આ સ્ટડીથી દર્દીઓને જાગી આશા

Last Updated: 03:40 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેમની સ્ટડી સ્ટ્રોકના 372 દર્દીઓ પર આધારિત હતો જેમના લક્ષણો સ્ટ્રોકના 4.5 કલાકથી 24 કલાક પહેલા શરૂ થયા હતા.

Stroke Treatment: ચીની સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે લોહીના ગંઠાવાનું ઓગળતી દવા સ્ટ્રોકના દર્દીઓના સ્વસ્થ થવામાં 50 ટકાથી વધુ સુધારો કરવા માટે ચાવીરૂપ બની શકે છે.

ઝેજિયાંગ યુનિવર્સિટીની ટીમે અમેરિકાના લોસ એન્જલસમાં આયોજિત અમેરિકન સ્ટ્રોક એસોસિએશનના તાજેતરના આંતરરાષ્ટ્રીય સ્ટ્રોક કોન્ફરન્સ 2025માં પોતાનું સંશોધન રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ઇસ્કેમિક સ્ટ્રોકની શરૂઆતના 24 કલાક સુધી આપવામાં આવે ત્યારે આ દવા અસરકારક રહે છે.

ગોલ્ડન અવરનું ધ્યાન રાખો

સ્ટ્રોકના દર્દીઓ માટે ગોલ્ડન અવર, જે મગજના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે કોષો મૃત્યુ પામે છે ત્યારે થાય છે, તે લક્ષણોની શરૂઆત પછીના પ્રથમ 60 મિનિટ હોય છે, જે દરમિયાન સારવાર સૌથી અસરકારક હોય છે. અસરકારક સારવાર માટે જાણીતો સમયગાળો અત્યાર સુધી કેટલાક દર્દીઓ માટે 4.5 કલાક સુધીનો હતો.

દર્દીઓને નવી આશા મળી

આ સંશોધન સાથે જોડાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસના પરિણામો વિશ્વભરના સ્ટ્રોક દર્દીઓ માટે આશાસ્પદ છે જેઓ જરૂરી સમયગાળામાં લોહીના ગંઠાવાનું ઓગળવાની દવાઓ સુધી પહોચવા સક્ષમ નથી થઇ શકતા.

sun-stroke

સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું?

તેમની સ્ટડી સ્ટ્રોકના 372 દર્દીઓ પર આધારિત હતો જેમના લક્ષણો સ્ટ્રોકના 4.5 કલાકથી 24 કલાક પહેલા શરૂ થયા હતા. પ્રતિભાગીઓને રેન્ડમલી 2 જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક જૂથને બ્લડ ક્લોટ-બસ્ટિંગ દવા અલ્ટેપ્લેસ આપવામાં આવી હતી, જ્યારે બીજા જૂથને એન્ટિપ્લેટલેટ થેરાપીની સ્ટૈડર્ડ સ્ટ્રોક કેર આપવામાં આવી હતી.

સંશોધન પરિણામો

અલ્ટેપ્લેસ સાથે સારવાર કરાયેલા લગભગ 40 ટકા પ્રતિભાગીઓએ 90 દિવસ પછી ઓછી અથવા કોઈ વિકલાંગતા દેખાડી ન હતી. તેનાથી વિપરીત સ્ટૈડર્ડ કેયર મેળવનારમાં ફક્ત 26% લોકોને કોઈ અપંગતા નહોતી. તારણો દર્શાવે છે કે અલ્ટેપ્લેસ સાથે કાર્યાત્મક રિકવરીની 54 ટકા વધુ શક્યતા છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ ઓફિસમાં બેઠા બેઠા માથું ભારે ભારે લાગે છે? તકલીફને અવગણશો તો મોટી તકલીફમાં મુકાશો

જોકે અલ્ટેપ્લેસ લેનારામાં બ્રેનમાં બ્લીડિંગનો ખતરો એ પ્રતિભાગિયોની તુલનામાં વધુ હતો, જેમને આ લીધી ન હતી, પરંતુ સંશોધકો માને છે કે આ એક મૈનેજેબલ રિસ્ક છે.

વધુ સંશોધનની જરૂરિયાત તરફ ધ્યાન દોરતા મીન લુએ સમજાવ્યું કે આ તારણો લોકોના અન્ય જૂથો પર લાગુ કરવા જોઈએ, ખાસ કરીને વિવિધ સ્ટ્રોક જોખમો અને રિસોર્સેસ વાળા ક્ષેત્રોમાં અલ્ટેપ્લેસ અને આવી અન્ય દવાઓની અસરકારકતા અને સલામતી સમજી શકાય.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stroke Treatment Ischemic Stroke health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ