દિવાળીના દિવસે કરો લક્ષ્મીજીની સાથે યમરાજનું પૂજન, થશે વિશેષ લાભ

By : juhiparikh 01:56 PM, 07 November 2018 | Updated : 02:40 PM, 07 November 2018
આપણા મનમાં દિવાળી એટલે સામાન્ય રીતે મા લક્ષ્મીની પૂજાનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ તમને જાણીને આશ્રર્ય થશે કે આ દિવસે માતા લક્ષ્મીની પૂજાનું જેટલુ મહત્વ છે એટલુ જ મહત્વ મૃત્યુના દેવ યમરાજાની પૂજાનું પણ છે. આમ તો આખા વર્ષ દમરિયાન યમરાજની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ દિવાળીના દિવસે તેમની પૂજાથી પરિવારમાંથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. 

દિવાળી મુખ્ય રૂપથી યમ પૂજન અને લક્ષ્મી પૂજનનો તહેવાર છે. આ દિવસે અમાસ તિથિ હોય છે. અમાસ તિથિના સ્વામી પણ પિતૃ દેવતા અને યમરાજ હોય છે. આ દિવસે ચંદ્રના દર્શન નથી થતા. ચંદ્રલોક જ પિતૃઓનો નિવાસ સ્થાન માનવામાં આવે છે. શ્રાદ્ઘ પક્ષમાં આવેલા સમસ્ત પિતૃઓ આ દિવસે ધરતી પરથી વિદાય લઇ લે છે અને પોતાના ચંદ્ર લોક જાય છે. આ દિવસે અંધકાર હોય છે. પિતૃઓના માર્ગમાં પ્રકાશ મળે એટલે કે દિવાળીની રાતે દીવો પ્રગટાવવાની પરંપરા છે.

શાસ્ત્રો મુજબ યમરાજ લોકમાં કાયમ અંધારૂ હોય છે. તેવામાં દિવાળીના દિવસોમાં દીવો પ્રગટાવવાથી યમલોકના માર્ગમાં પ્રકાશ થાય છે અને પિતૃઓને યમલોક જવા માટે પ્રકાશ મળે છે. દિવાળીના તહેવાર દરમિયાન સાંજે એક વાસણમાં અન્ન ભરો અને ઉપર દીવો રાખીને પ્રગટાવો. દીવો ઘરના દક્ષિણ દિશામાં રાખો. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે અને આ દિશા પિતૃઓની માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે તેનું મુખ દક્ષિણ દિશાની તરફ હોવું જોઇએ. 

માન્યતા અનુસાર, દિવાળીના દિવસે યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. શાસ્ત્રો મુજબ આ દિવસે પિતૃઓનું અને યમરાજનું પૂજન કરીને પિતૃઓ માટે શાંતિ અને પ્રસન્નતાની કામના કરવામાં આવે છે. સાત દિવસની દિવાળી ઉત્સવના છેલ્લા દિવસે એટલે કે ભાઇબીજના દિવસે યમરાજા પોતાની બહેન યમુનાને મળવા ગયા હતા. તેથી આ દિવસે ભાઇબીજના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસ યમરાજ અને યમુનાનું પૂજન કરવું જોઇએ.Recent Story

Popular Story