બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ગૌતમ ગંભીરના આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાને નુકસાન, ...તો 27 વર્ષ પછી શ્રીલંકામાં હારશે ટીમ ઈન્ડિયા!
Last Updated: 05:13 PM, 6 August 2024
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચ બુધવારે કોલંબોમાં રમાશે. વનડે શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી. હવે શ્રેણી બચાવવા માટે ભારતીય ટીમ માટે કોઈપણ ભોગે જીતવું જરૂરી છે. જો કે આ માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના ચાહકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં તેમની ટીમની આટલી ખરાબ હાલત થશે. ભારતીય ટીમ વનડે શ્રેણી જીતી શકશે નહીં તેવું ક્રિકેટ ચાહકોને સપને પણ વિચાર્યુ નહી હોય. કોલંબોમાં બીજી વનડે મેચ હાર્યા બાદ આવું બન્યું હતું. પ્રથમ મેચ ટાઈ રહી હતી અને બીજી મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી, એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા માટે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. પરંતુ હવે આ એટલું સરળ નથી અને તેનું કારણ ગૌતમ ગંભીરની વ્યૂહરચના છે જે ટી-20 શ્રેણીમાં ભારે પડી છે.
ADVERTISEMENT
ગૌતમની ગંભીર ભૂલ!
હેડ કોચ ગૌતમ ગંભીરની ODI સિરીઝમાં સૌથી મોટી ભૂલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર સાથે ચેડા કરવાની હતી. બીજી ODIની વાત કરીએ તો ગૌતમ ગંભીરે શિવમ દુબેને નંબર 4 પર મોકલ્યો, ત્યારબાદ તેણે અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યો અને શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ 6 અને 7 નંબર પર બેટિંગ કરવા આવ્યા.
પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે અય્યર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. સ્પષ્ટ છે કે આના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું રહે છે.
27 વર્ષ પછી હારનો ખતરો
ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.