બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / પ્રવાસ / આ દેશનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, ભારતનો નંબર કયો, જુઓ ટોપ 5નું લિસ્ટ
Last Updated: 07:47 PM, 24 July 2024
દુનિયાના શક્તિશાળી પાસપોર્ટનું લિસ્ટ બહાર પડ્યું છે. જેમાં સિંગાપોરે બાજી મારી છે. સિંગાપોરનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ પાસપોર્ટથી તમે 195 જગ્યાએ વીઝા ફ્રી યાત્રા કરી શકો છો. આ રેકિંગ હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ રેકિંગમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જેમાં ભારતનો નંબર 82મો નંબર આવ્યો છે. ભારતના પાસપોર્ટથી 58 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કરી શકાય છે. એના કરતા ગયા વખતે ભારતે સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતનું સ્થાન 81 આવ્યું હતું, તેનાથી 61 દેશોમાં વીઝા ફ્રી પ્રવાસ કરી શકાય છે. તો પાકિસ્તાને પણ આ વખતે ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં તેનું સ્થાન છેલ્લેથી પાંચમું આવ્યું છે. આ લિસ્ટમાં તેનો નંબર 100મો આવ્યો છે.
વધુ વાંચો : ઓનલાઇન છેતરપિંડી કરનારાઓની હવે ખેર નહીં, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય
ADVERTISEMENT
પાકિસ્તાનના વીઝાથી 33 દેશોમાં વીઝા ફ્રી પ્રવાસ કરી શકાય છે. પાકિસ્તાન બાદ યમન, ઈરાક, સીરિયા અને અફઘાનિસ્તાનનો નંબર આવે છે. આ ઇન્ડેક્સમાં જેનો પાસપોર્ટથી વધુ દેશોનો પ્રવાસ કરી શકાય તેનો પાસપોર્ટ પાવરફુલ માનવામાં આવે છે. આ લિસ્ટ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસેથી મળેલા ડેટા આધારે તૈયાર થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ લિસ્ટમાં સિંગાપોર બાદ 192 વીઝા ફ્રી ડેસ્ટિનેશનની સાથે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સ્પેન બીજા નંબર પર આવે છે. ત્રીજા નંબર પર 191 ફ્રી ડેસ્ટિનેશન સાથે ફિનલેન્ડ, ઑસ્ટ્રિયા, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, આયર્લેન્ડ, લગ્ઝબર્ગ અને સ્વીડનનો નંબર આવે છે. 190 ફ્રી ડેસ્ટિનેશન સાથે બ્રિટન, ડેનમાર્ક, બેલ્જિયમ, ન્યૂજીલેન્ડ, નોર્વે આવે છે. પાંચમા નંબર પર 189 ફ્રી ડેસ્ટિનેશન સાથે ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.