બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ કંપનીના યુઝર્સને મોજ, એક્સ્ટ્રા પૈસા વગર જ આપી રહી છે અનલિમિટેડ હાઈ-સ્પીડ ડેટા
Last Updated: 07:07 PM, 11 January 2025
ADVERTISEMENT
ટેલિકોમ કંપની Vi એટલે કે, વોડાફોન આઈડિયા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ તેના પ્રીપેડ પ્લાન પર અનલિમિટેડ ડેટા આપવાનો નિર્ણય લીધો છે. જેથી હવે Vi યુઝર્સ કોઈપણ ચિંતા વગર ડેટાનો ઉપયોગ કરી શકશે. કંપનીએ ડેટા યુઝ પર કોઈ મર્યાદા નક્કી કરી નથી. એવી માહિતી મળી રહી છે કે કંપની હાલમાં આ ડેટા પેક ટ્રાયલ ધોરણે લાવી છે. ભવિષ્યમાં આ લાભ દરેક યુઝર્સ માટે લાગુ કરી શકાય છે. ચાલો જાણીએ આ ઓફર વિશે ડીટેલમાં.
ADVERTISEMENT
Vi હવે 365 રૂપિયાથી વધુનું રિચાર્જ કરાવનારા યુઝર્સ માટે અનલિમિટેડ ડેટા આપશે. એટલે કે કંપની આ ઓફર 365, 379, 407, 449, 408, 469, 649, 979, 994, 996, 997, 998 અને 1198 રૂપિયાના પ્લાન પર આપી રહી છે. આ પ્લાન પહેલાથી જ અમલમાં છે. હવે એના પર નવા ફાયદાઓની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં આ ઓફર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં ચલાવવામાં આવી રહી છે. એવી શક્યતા છે કે કંપની ભવિષ્યમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરી શકે છે.
Vi દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને અત્યાર સુધી તે તેના યુઝર્સને ફક્ત 4G કનેક્ટિવિટી પૂરી પાડી રહી છે. કંપની માર્ચથી દેશના 75 શહેરોમાં 5G સેવા શરૂ કરવા જઈ રહી છે. આ નવી ઓફરને ત્યાં સુધી યુઝર્સને જાળવી રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
રિલાયન્સ જિયોએ પણ તેના યુઝર્સને એક મોટી ભેટ આપી છે. કંપનીએ નવા વર્ષ નિમિત્તે લોન્ચ કરેલા 2025 રૂપિયાના રિચાર્જ પ્લાનની સમયમર્યાદા લંબાવી છે. અગાઉ આ રિચાર્જ ઓફર 11 જાન્યુઆરી સુધી માન્ય હતી. હવે તેને વધારી 31 જાન્યુઆરી કરવામાં આવી છે. આ પ્લાનમાં 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા અને અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.