બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / This company gave good news amid retrenchment, it will recruit 12 thousand new employees at the same time

બિઝનેસ / છટણી વચ્ચે આ કંપનીએ આપ્યા ગુડ ન્યુઝ, એકસાથે નવા 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી

Megha

Last Updated: 10:40 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી મોટી કંપનીઓ તેના કર્મચારીને નોકરીમાંથી કાઢી રહી છે પણ આ બધા વચ્ચે એક કંપની એવી પણ છે જે આ વર્ષે મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.

  • છટણીના સિલસિલા વચ્ચે આ કંપની કરશે ભરતી 
  • મજબૂત માંગને ધ્યાનમાં રાખીને નવા લોકોની ભરતી
  • ભારતમાં ખુલશે આટલી ભરતી 

હાલ વૈશ્વિક સ્તરે છટણીનો સિલસિલો મોટાપાયે ચાલી રહ્યો છે. દરરોજ નવા સમાચાર આવી રહ્યા છે કે કોઈ મોટી કંપનીઓ તેના કર્મચારીને નોકરીમાંથી કાઢી રહી છે. પણ આ બધા વચ્ચે એક કંપની એવી પણ છે જે આ વર્ષે મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર ફ્રાન્સના ડિફેન્સ અને ટેક્નોલોજી સેક્ટરના થેલ્સ ગ્રુપ આ વર્ષે 12,000 નવા લોકોની ભરતી કરવાની યોજના કરી રહ્યા છે. 

કંપનીની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને નવા લોકોની ભરતી
એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ કંપનીની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને નવા લોકોની ભરતી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ વર્ષે કંપનીની પ્રોડક્ટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને એ જ કારણે આ છટણીના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરી આપવામાં આવશે. જણાવી દઈએ કે કંપની ભારત સહિત વૈશ્વિક સ્તરે પણ ભરતી કરશે. 

ભારતમાં ખુલશે આટલી ભરતી 
એક અહેવાલ મુજબ ફ્રાન્સના ડિફેન્સ અને ટેક્નોલોજી સેક્ટરના થેલ્સ ગ્રુપ આખા વિશ્વમાંથી કર્મચારીઓની ભરતી કરશે. મળતી માહિતી મુજબ આ ગ્રુપ ફ્રાન્સમાં 5500, ભારતમાં 550, યુનાઇટેડ કિંગડમમાં 1050, ઓસ્ટ્રેલિયામાં 600 અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 540 નવા કર્મચારીઓની ભરતી કરે તેવી અપેક્ષા છે.  નોંધનીય છે કે કંપનીના સીઇઓ પ્રેક્ટિસ કેને જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં, થેલ્સ પાસે 80,000 કર્મચારીઓ છે જેમાં ફ્રાન્સમાં દર વર્ષે 40 હજાર, 5 હજારથી 8 હજાર સરેરાશ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, જ્યારે ગયા વર્ષની શરૂઆતમાં જ 11,500 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.

આ કર્મચારીઓની થશે ભરતી 
રિપોર્ટ અનુસાર સ્થાયી સમય માટે કોન્ટ્રાક્ટ પર લોકોની ભરતી કરી રહી છે. કંપની મુખ્યત્વે હાર્ડવેર એન્જિનિયર્સ, સોફ્ટવેર એન્જિનિયર્સ, સિસ્ટમ આર્કિટેક્ટ્સ, ડિજિટલ ટેક્નોલોજીના એક્સપર્ટ અને મેનેજર્સ શોધી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Layoffs news new jobs છટણી ભરતી Jobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ