બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 04:05 PM, 18 May 2023
ADVERTISEMENT
કોઈપણ ફિલ્મ 100 કરોડના ક્લબમા પહોચી કે નહીં? તેના પરથી ખબર પડે કે એ ફિલ્મ હિટ છે કે ફ્લોપ, પણ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરનાર પહેલી બૉલીવુડ ફિલ્મ હતી, 17 ડિસેમ્બર 1982ના રોજ રિલીઝ થયેલ મિથુન ચક્રવર્તીની ડિસ્કો ડાન્સર,
એ જમાનામાં વર્લ્ડવાઈડ આશરે 100.70 કરોડની કમાણી કરી હતી. ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે એ સમયે આ ફિલ્મે ભારતમાં લગભગ 6 કરોડ જેટલી કમાણી કરી હતી.
ADVERTISEMENT
પણ વર્ષ 1984 માં જ્યારે તે સોવિયત યુનિયનમાં ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ફિલ્મે કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા.
આ ફિલ્મ સોવિયત જ નહીં પણ ચીન સહિત ઘણા દેશોમાં ખૂબ જ લોકપ્રિય બની.
અને આ રીતે, 'ડિસ્કો ડાન્સર' પહેલી એવી ફિલ્મ બની જેનું વર્લ્ડ વાઈડ કલેક્શન 100 કરોડને પાર થયું.
એ બાદ હમ આપકે હૈ કૌન, DDLJ જેવી ઘણી ફિલ્મોએ વર્લ્ડવાઈડ 100 કરોડની કમાણી કરી હતી.
આ તો થઈ વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત, પણ ઇંડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડ કમાણી કરનાર પહેલી ફિલ્મ, 2008 માં આવેલ આમિર ખાનની ગજની હતી.
જેને ઇંડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબમાં સૌથી પહેલા ખાતું ખોલ્યું હતું. તેને બોક્સ ઓફિસ પર આશરે 114 કરોડ અને વર્લ્ડવાઈડ આશરે 190 કરોડનું કલેક્શન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.